મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌરાષ્ટ્રના ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ જુનાગઢ ખાતે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી હતી...
મુખ્યમંત્રીશ્રીએ જુનાગઢ ઉપરાંત પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને રાજકોટ જિલ્લાના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વરસાદી સ્થિતિની માહિતી મેળવી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતી,પાક અને ઘરવખરીના નુકસાનનો તાત્કાલિક સર્વે કરીને સરકારના ધારાધોરણ મુજબ વહેલાસર સહાય આપવા માટે માર્ગદર્શન આપ્યુ હતુ
 
  
  
  
   
   
   
  