પાવીજેતપુરમાં આદિવાસી સમાજે આપેલા બંધના એલાનને સંપૂર્ણ સફળતા : પાવીજેતપુર નગર સજજડ બંધ
આદિવાસી સમાજે મણીપુરમાં થયેલી અઘટિત ઘટના વિરુદ્ધ બંધનું એલાન આપ્યું હોય જેને પાવીજેતપુરમાં સંપૂર્ણ સફળતા મળી હતી, જેને લઈ પાવીજેતપુર નગર સજજડ બંધ રહ્યું હતું.
આદિવાસી સમાજ સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એલાનને સમર્થન આપી પાવીજેતપુર નગર સજજડ બંધ રહ્યું હતું. નાના પથારાઓથી લઈને મોટી દુકાનો વાળા એ પણ બંધના એલાનને સહકાર આપી સજ્જડ બંધ પડ્યો હતો. મણીપુર માં બે આદિવાસી મહિલાઓને નગ્ન કરી પરેડ કરાવવામાં આવી હોય, જે શરમ જનક કૃત્ય કર્યું હોય, તેવી જ રીતે મધ્યપ્રદેશમાં પણ એક આદિવાસી ઉપર લઘુ શંકા કરવામાં આવી હતી, ત્યારે આ અઘટીત ઘટનાઓ વિરુદ્ધ આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા છોટાઉદેપુર જિલ્લો તેમજ આદિવાસી બેલ્ટ ઉપર બંધનું એલાન આપી સખત વિરોધ કરવામાં આવ્યો હતો. જેને પાવીજેતપુર પંથકમાં સંપૂર્ણ સફળતા મળી હતી અને પાવીજેતપુર નગરના નાના-મોટા તમામ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી બંધના એલાનને સમર્થન આપ્યું હતું. જેને લઇ પાવીજેતપુર નગર સજજડ બંધ રહ્યું હતું.
આમ, પાવીજેતપુર નગર માં આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા આપેલા બંધના એલાનને નાના-મોટા દરેક વેપારીઓએ સમર્થન આપી પોતાની દુકાનો, પથારા, લારીઓ બંધ રાખી સજજડ બંધ પાડ્યો હતો.