સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને બામણબોર ગામની વચ્ચે આવેલ નવાપરા ગામ રાત્રિના સમયે ચડ્ડી બનીયાન ધારી ગેંગના લોકો ત્રાટક્યા છે અને પરિવારને બંધક બનાવી અને લૂંટ ચલાવી અને બાજુના મકાનમાં પડેલી ઇકો કારની પણ લૂંટ ચલાવી અને નાસી છૂટ્યા હોવાનું હાલમાં સામે આવ્યું છે.ત્યારે આ અંગેની જાણકારી ચોટીલા અને બામણબોર પોલીસને આપવામાં આવતા તાત્કાલિક અસર એ પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે ત્યારે સીસીટીવી ફૂટે તપાસવામાં આવતા ચડ્ડી બનીયાનધારી ગેંગ ટાંટકી હોવાનું સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળ્યું છે અને બાજુમાં પડેલી ઇકો કાર લઇ અને નાસી છૂટ્યા હોવાનું પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે હાલમાં પોલીસ તંત્ર આ અંગેની કામગીરીમાં જોતરાઈ ગયું છે અને હાલમાં ફરિયાદ નોંધવા માટેની પણ તાજવી જ હાથ ધારવામાં આવી છે ત્યારે જાણવા મળતી વિગતો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને બામણબોર ગામની વચમાં આવેલા નવાપરા ગામ વિસ્તારમાં રાત્રિના સમયે ચડ્ડી બનીયાન ધારી ગેંગ ટાટકી હોવાની ઘટના સામે આવી છે.જેમાં જાણવા મળતી વિગતો અનુસાર નાજાભાઇ દાનાભાઈ જેસાણી ના ઘરે રાત્રિના સમયે અચાનક બારણું ખખડાવી અને બારણું ખોલતા ની સાથે જ અંદર ઘૂસી અને અને ઘરના સભ્યોને પકડીને બંધક બનાવી દીધા હતા અને ઘરમાં જે કાંઈ વસ્તુઓ રોકડ રકમ સોના ચાંદીના ઘરેણા સહિતની સાડા ત્રણ લાખની માલમાતાનો સફાયો કરી ગયા હતા ત્યારે આ ઘટનામાં ચડ્ડી બનીયાન ધારી ગેંગ બાજુના ઘર પાસે પાડોશીની ઇકો કાર પડી હતી તે પણ લઈ અને નાસી છૂટ્યા છે જ્યારે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યારે હાલમાં ચોટીલા અને બામણબોલ પોલીસ ઘટના સ્તર ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે ત્યારે ફરિયાદ નોંધાવવા માટે રાજાભાઈ દાનાભાઈ જેસાણી તેમજ ઇકો કારના માલિક ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं