સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનાં ઓળક ગામે ખેતર રાખી ખેત મજૂરી કરતો દાહોદ જીલ્લાના જળખરીયા ગામનો માવી સુફીયાભાઇ જેઠાભાઇ નામનો 40 વર્ષનો યુવાન તેની દિકરી સાથે ઢાંકી નજીક આવેલ કેનાલમાં ન્હાવા માટે ગયો હતો. યુવક ન્હાવા પડયા બાદ કેનાલમાંથી બહાર નીકળી ન શક્તા અને ડૂબવા લાગતા દિકરીએ પિતાને ડૂબતા જોઇ બચાવો, બચાવોની બૂમો પાડી હતી તે સાંભળી લોકો એકઠા થઇ ગયા હતા. પરંતુ યુવક ડૂબી ગયો હતો. બનાવની પોલીસને જાણ કરતા પોલીસ, ઇન્ચાર્જ મામલતદાર વિગેરે દોડી આવ્યા હતા અને સુરેન્દ્રનગર નગરપાલીકાની ફાયર વિભાગની ટીમને જાણ કરતા સુપરવાઇઝર દેવાંગ દૂધરેજીયા તરવૈયાઓની ટીમ સાથે દોડી ગયા હતા. અંતે યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી. પોલીસે લાશનો કબજો મેળવી પી.એમ.માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતરગત બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ વાહનોનું સતત મોનિટરીંગ કરવા હેતુ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે GPS ટ્રેકિંગ સિસ્ટમ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો,  
 
                      ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતરગત બનાસકાંઠા જીલ્લામાં ઈલેક્શન ડ્યુટી માટે ફાળવવામાં આવેલી વાહનોમાં...
                  
   
  
  
 