ઓનર કિલિંગમાં ભાઈએ જાહેરમાં જ તેની સગી બહેનની ગરદન કાપી, માથું હાથમાં લઈને રસ્તા પર આવ્યો, આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો ગભરાઈ ગયા
બારાબંકી : ભાઈએ જાહેરમાં પોતાની સગી બહેનની ગરદન કાપી નાખી, માથું હાથમાં લઈને રસ્તા પર આવી ગયો હતો , આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો ગભરાઈ ગયા,
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ભાઈ અને બહેન વચ્ચેના ઝઘડાએ ખૂબ જ દર્દનાક વળાંક લીધો. બહેન આસેફા ના ચાંદ બાબુ સાથે ના અવેદ્ય સબંધ બાબતે બોલાચાલી થતા આવેશમાં આવી ગુસ્સે ભરાયેલા ભાઈએ જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે તેની સગીબહેનનું ગળું કાપી નાખ્યું હતું.
ત્યારબાદ આરોપી ભાઈ કપાયેલું માથું હાથમાં લઈને પોલીસ સ્ટેશન તરફ ગયો. લગભગ એક કિલોમીટર સુધી પહોંચતાની સાથે જ સ્થળ પર પહોંચેલી પોલીસે તેને કપાયેલા માથા સાથે પકડી લીધો હતો. ત્યારે આ ઘટના બાદ ભાઈના હાથમાં સગી બહેનનું કપાયેલું માથું જોઈને ગામના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના બારાબંકી જિલ્લાના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મિથવારા ગામની છે. જ્યાં રિયાઝ નામના વ્યક્તિએ ધારદાર હથિયાર વડે તેની સગી બહેન આશિફાની ગરદન ધડથી કાપી નાખી હતી. થોડા દિવસ પહેલા ચાંદ બાબુ નામ નો વ્યક્તિ રિયાઝ ની બહેન આસેફા ને ભગાડી લઇ ગયો હતો જેની ફરિયાદ પોલીસ સ્ટેશન માં કરતા પોલીસ હરકત માં આવી ગઈ હતી
જો કે, બાદમાં પોલીસે આશિફાને ઝડપી લીધી અને તેના પરિવારજનોની ફરિયાદ પર ચાંદ બાબુ વિરુદ્ધ કેસ નોંધીને તેને જેલમાં મોકલી દીધોહતો,
ગ્રામજનોએ જણાવ્યું કે ભાઈ રિયાઝ તેની બહેન આશિફા અને ચાંદ બાબુના ગેરકાયદે સંબંધોથી નારાજ હતો અને તેના કારણે બંને વચ્ચે ઝઘડો થતો હતો, આજે પણ આ જ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને આવીને રિયાઝે તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.
*ભાઈ રિયાઝ બહેન આશિફાના ધડથીઅલગ કરાયેલી ગરદન (માથું ) લઇ ઘરથી પોલીસ સ્ટેશન તરફ નીકળી ગયો. ત્યારે જ ગ્રામજનોએ ફતેહપુર પોલીસ સ્ટેશનની પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસના હાથ પગ ફૂલી ગયા હતા. ઉતાવળમાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને બહેન આશિફાના માથા સહિત ભાઈ રિયાઝની ધરપકડ કરી. પોલીસે આશિફાના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ : વારિસ સૈયદ, હિંમતનગર.