પાટડી તાલુકાના નવા સડલા ગામે એક વૃદ્ધ ખેતરમાં કામ કરી રહ્યાં હતા, ત્યારે અચાનક સાપ કરડતા વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. આ આધેડ વ્યક્તિને ઝેરી સાપ કરડતા તાત્કાલિક સારવાર અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયા હતા. જ્યાં સારવાર મળે એ પહેલા જ એમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.પાટડી તાલુકાના નવા સડલા ગામના 65 વર્ષના આધેડ સોલંકી મનાભાઈ છગનભાઈ સોલંકી નવા સડલા ગામે આવેલી પોતાની સિમ જમીનના ખેતરમાં ખેતીકામ કરી રહ્યા હતા. તે સમતે તેઓને અચાનક ખેતરમાં સાપ કરડ્યો હોવાથી આજુબાજુના ખેતરોમાંથી દોડી આવેલા ખેડૂતો અને પરિવારજનો તેઓને તાત્કાલિક સારવાર અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને ચકાસીને મૃત જાહેર કર્યા હતા.આ ગોઝારી ઘટના અંગે પાટડી પોલીસ મથક ખાતે જાણ કરી અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પાટડી તાલુકાના નવા સડલા ગામે 65 વર્ષના આધેડનું સાપ કરડવાથી અકાળે કમકમાટીભર્યું મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. આ બનાવ અંગે પાટડી પોલીસ મથકે સાપ કરડવાથી મૃત્યુ થવાની એ.ડી. મોત નોંધી વધુ કાર્યવાહી પાટડી પોલીસે હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પી.એસ.આઇ. ચલાવી રહ્યાં છે.