બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના પાળિયાદ ગામના અનુસુચીત જાતી તથા ઓબીસી સમાજના લાભાર્થીઓને સરકારશ્રીની મફત પ્લોટ યોજના(ઘરથાળ) અંતર્ગત બોટાદ તાલુકા
પંચયાત લેન્ડ કમીટીએ વર્ષ ૨૦૧૮-૧૯ માં મફતપ્લોટ મંજુર કરેલ છે.સદરહુ પ્લોટ ની ફાળવણી માટે બોટાદ પ્રાંત અધિકારીશ્રી એ તા. ૨૩-૦૯-૨૦૨૨ ના રોજ નીમ કરી ગામતળ કરેલ છે. જેને આજે ૧૦ માસ જેવો ખાસો સમય થવા આવેલ છે. છતા આજ દિવસ સુધી લાભાર્થી ઓ ને પ્લોટના કબ્જા કે સનદ મળલ નથી. જે અંગે બોટાદ મામલતદાર કચેરી ખાતે પાળીયાદ ગામના લાભાર્થીઓ પહોંચી લેખિત રજૂઆત કરી હતી.