ભાવનગર જેલમાંથી વચગાળાના જામીન પર છુટી ફરાર થયેલ ગુંદરણ ગામના ચકચારી ડબલ મર્ડર કેસના આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્વારા તા.૧૦/૦૭/૨૦૨૩ થી તા.૩૧/૦૭/૨૦૨૩ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા લીલીયા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૬/૨૦૧૩, આઇ.પી.સી. કલમ ૩૦૨, ૩૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮ તથા આર્મ્સ એકટ કલમ ૨૫(૧)બીએ વિ. મુજબના ગુનાના કામે ભાવનગર જેલ ખાતે કાચા કામના કેદી નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ આધારે તા.૦૮/૦૨/૨૦૨૩ થી તા.૧૫/૦૨/૨૦૨૩ એમ દિન-૦૭ માટે વચગાળાના જામીન ઉપર મુક્ત થયેલ હોય અને મજકુર કેદીને તા.૧૬/૦૨/૨૦૨૩ ના રોજ ભાવનગર જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે ભાવનગર જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હોય, અને મજકુર કેદી પાંચ માસથી નાસતા ફરતો હોય, મજકુર કેદીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે ગઇ કાલ તા.૧૯/૦૭/૨૦૨૩ ના રોજ અમદાવાદ ખાતેથી પકડી પાડી, ભાવનગર જેલ હવાલે મોકલી આપેલ છે.
→ પકડાયેલ કેદી:-
ઉસ્માનભાઇ નુરમહંમદભાઇ દલ, ઉ.વ.પર, રહે.કરજાળા, તા.જેસર, જિ.ભાવનગર મુળ રહે.ગુંદરણ, તા.લીલીયા, જિ.અમરેલી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ.બહાદુરભાઇ વાળા, મહેશભાઇ સરવૈયા, તથા પો.કોન્સ. વિનુભાઇ બારૈયા, યુવરાજસિંહ વાળા, લીલેશભાઇ બાબરીયા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.