જેમાં સાધુસંતો, રાજસ્થાનના મંત્રી શ્રી સાલેમામદજી તથા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ આદરણીય અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, સૌરાષ્ટ્ર ના પ્રભારીશ્રી રામકીશન ઓઝાજી,ધારાસભ્ય અને કાર્યકારી પ્રમુખ લલીતભાઈ કગથરા, ઋત્વિક ભાઈ મકવાણા, જાવેદ પીરજાદા, ભચુભાઈ અરેઠીયા, પાલભાઈ આંબલિયા, વી કે હૂંબલ, યજુવેન્દ્રસિંહ જાડેજા સહિત ઘણા બધા આગેવાનો હાજર રહ્યા હતા.

 ગુજરાતની અંદર ખાસ કરીને કચ્છની અંદર લંપી વાયરસના હિસાબે ગૌધન ખૂબ મુશ્કેલીમાં છે અને ટપોટપ મૃત્યુ પામે છે ત્યારે સરકાર મુકસેવક બનીને જોઈ રહી હોય તેવું લોકોમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે સરકારને ઢંઢોળવા, સરકારને જગાડવા માટેનો નમ્ર પ્રયાસ કર્યો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપી જેમ બને એમ તાત્કાલિક અસરથી ગૌ માતાના મૃત્યુ અટકે અને જે મોટી સંખ્યામાં ગૌ માતાના મૃત્યુ થયા છે તેના પશુપાલકોને સરકાર દ્વારા યોગ્ય વળતરની જાહેરાત થાય એવી માંગ આવેદન પત્રમાં કરવામા આવી હતી

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા અમરેલી.