અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ વિભાગ દ્વાર અધિક આરોગ્ય અધિકારી ડૉ ભાવિન જોષીના માર્ગદર્શન હેઠડ અમદાવાદ શહેરના અલગ અલગ ઝોનના વિસ્તારમાંથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે ખાદ્ય એકમો ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના વિવિધ વિભાગોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ દ્વારા તળેલા ઓઇલ બાબતે ટીપીસી ટોટલ પોલાર કમ્પાઉન્ડનું વિવિધ ખાદ્ય ધંધાકીય એકમો ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું.  

  • એક જ તેલમાં વારંવાર બનતી હતી વાનગી
  • એક જ તેલમાં વારંવાર વાનગી બનાવતા TPCની માત્રા વધુ મળી
  • તહેવારોને પગલે આરોગ્ય અને ફૂડ વિભાગ એક્શનમાં
  • શ્રાવણ માસમાં આરોગ્ય વિભાગે ફરી હાથધર્યુ ચેકિંગ
  • વપરાયેલા તેલમાં ટ્રાન્સ ફેટ હોવાથી શરીર માટે જીવલેણ નીવડે છે

જેમાં બનારસી સમોસા ભજીયા હાઉસ cwc વેરહાઉસ વટવા રોડ ઇસનપુર જેવી અનેક જગ્યાએ ચેકિંગ કરતા ટીપીસી ટોટલ પોલાર કમ્પાઉન્ડનું પ્રમાણ 40 જણાય આવેલ છે. જે 25 ટીપીસી કરતા ખૂબ જ વધારે હોય જાહેર આરોગ્યના હિતમાં ફૂડ વિભાગ દ્વારા આ એકમોને તાત્કાલિક અસરથી અચોક્કસ મુદત માટે સીલ કરવામાં આવી છે. આ જ પ્રકારનું ચેકિંગ આગામી તહેવારોને ધ્યાનમાં લઇ આગામી દિવસોમાં કરવામાં આવશે.