સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી વાંકાનેર તાલુકાનાં ઢુવા નજીક વરમોરા સીરામીક પાસે રોડ ઉપરથી દારૂ ભરેલી કાર સાથે પકડાયો છે જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસે તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પીએસઆઈ બી.પી.સોનારા તથા સર્વેલન્સ ટીમ ગુનેગારોને પકડવા પડે અને ગુનેગારોને ડામવા માટે કામ કરી રહી છે ત્યારે મયુરધ્વજસિંહ જાડેજા તથા હરીચંન્દ્રસિંહ ઝાલાને મળેલ હકિકત આધારે આરોપી વેલજી ભીમાભાઇ મારૂણીયા કોળી (25) રહે. કંસાળા તાલુકો સાયલા વાળાને મહીન્દ્રા એક્સયુવી-300 કાર નંબર જીજે 13 સીએ 7743 વાળીમાં 130 લિટર દેશી દારૂ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ આરોપી પાસેથી 2600 નો દારૂ તેમજ પાંચ લાખની કાર આમ કુલ મળીને 5,02,600 નો મુદામાલ કબજે કરેલ છે અને આ આરોપીનું નામ પોકેપ કોપ મોબાઇલમાં સર્ચ કરતા તેની સામે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023 માં આઇપીસી કલમ 323, 504, 384, 365, 170, 120(બી), 114 તથા એટ્રોસીટી એકટ 3(1) (આર), 3(1) (એસ.) 3(2) (વી.એ) મુજબના ગુનામાં ફરિયાદી તેમજ સાહેદને પોલીસની ખોટી ઓળખ આપીને અપહરણ કરી 20,000 ની માંગણી કરી ગુનાહીત કાવતરૂ રચી રાજય સેવકનુ ખોટુ નામ ધારણ કર્યું હતું જેનો ગુનો નોંધાયેલ છે તેમજ મુળી તથા સાયલા પોલીસ સ્ટેશનમાં જુદાજુદા ગુના નોંધાયેલ છે જેમાં તે નાસતો ફરતો હતો.હાલમાં પોલીસે દેશી દારૂ સાથે તેને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે. જુદાજુદા પોલીસ સ્ટેશને નવ જેટલા ગુના નોંધાયેલ છે આ કામગીરીમાં પીએસઆઇ બી.પી. સોનારા, મયુરધ્વજસિંહ જાડેજા, ચમનભાઇ ચાવડા, હરીશચંદ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, રવિભાઇ કલોત્રા તથા વિજયભાઇ ડાંગર દ્વારા કરવામાં આવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2024 Elections: Bengal से Bihar तक विपक्षी गठबंधन में फूट की खबर, चुनाव से पहले झटका | Aaj Tak
2024 Elections: Bengal से Bihar तक विपक्षी गठबंधन में फूट की खबर, चुनाव से पहले झटका | Aaj Tak
हिन्दुस्त्थान स्काउट गाइड का निशुल्क नेत्र जाँच व ऑपरेशन परामर्श शिविर बुधवार को, पेंशनर्स का होगा कैशलेस मोतियाबिंद ऑपरेशन
हिन्दुस्त्थान स्काउट गाइड का निशुल्क नेत्र जाँच व ऑपरेशन परामर्श शिविर बुधवार को पेंशनर्स का...
108MP कैमरा, 12GB रैम और AI फीचर्स के साथ 5 अगस्त को लॉन्च होगा Infinix Note 40X 5G
Infinix Note 40X स्मार्टफोन भारत में 5 अगस्त को लॉन्च होगा। ऑनलाइन शॉपिंग वेबसाइट फ्लिपकार्ट पर...
Gaganyaan Mission के लिए अंतरिक्ष में जाएंगे ये चार एस्ट्रोनॉट्स, PM मोदी ने किया नाम का एलान
Gaganyaan Mission। प्रधानमंत्री नरेंद्र मोदी ने केरल के तिरुवनंतपुरम में मौजूद इसरो के...
ખેડા ખાનકાહે કાદરી દ્વારા માનવતા ની મહેક સમુહ લગ્નોત્સવ કાર્યક્ર્મ 2022 | Spark Today News Vadodara
ખેડા ખાનકાહે કાદરી દ્વારા માનવતા ની મહેક સમુહ લગ્નોત્સવ કાર્યક્ર્મ 2022 | Spark Today News Vadodara