રિપોર્ટ. લતીફ સુમરા

શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ સાહેબ બ.કા.પાલનપુર નાઓ તથા ડૉ.કુશલ.આર.ઓઝા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડીસા વિભાગ ડીસા નાઓએ હદપારી કરેલ ઈસમો ઉપર વોચ રાખી મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે શ્રી વી.એમ.ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન

હેઠળ ડીસા શહેર ઉત્તર પો.સ્ટે.ના વ્હીકલ સ્કોડના માણસો પેટ્રોલીંગમા હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મે.સબ.ડીવી.મેજી.સા ડીસાના હદપાર હુકમ નંબર એમએજી હદપાર/કેશનં. ૨૬/૨૦૨૨ વશી.૧૧૬૧ થી ૬૫/૨૦૨૩ તા.૩૦/૦૬/૨૦૨૩ થી બનાસકાંઠા જીલ્લા પોલીસ હકુમતની બહાર છ મહીના માટે હદપાર કરેલ ઈસમ સાગરભાઇ બળવંતભાઇ જાતે. વાદી રહે.ડીસા વાદી ટેકરા તા.ડીસાવાળો કોઇપણ જાતની પરવાનગી વગર હુકમનો ભંગ કરી બનાસકાઠા જીલ્લાની હદમાં પ્રવેશ કરેલ છે અને હાલમાં ડીસા વાદી ટેકરા વિસ્તારમાં તેના ઘરે હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા સદર ઈસમ ડીસા વાદી ટેકરામાં આવેલ પોતાના ઘરે હાજર મળી આવતા સદર ઈસમ પાસે બનાસકાંઠા જીલ્લામાં પ્રવેશ કરવા અંગે સક્ષમ અધિકારીશ્રી પાસે પરવાનગી લીધેલ છે કે કેમ તે બાબતે પુછતા કોઇ આધાર-પુરાવા રજુ ન કરતા સદર ઈસમ વિરૂધ્ધમાં જી.પી.એકટ કલમ ૧૪૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 *કામગીરીમા જોડાયેલ અધીકારી/ કર્મચારી* (1)અ.હેડ.કોન્સ જયંતીભાઇ ધર્માભાઇ ડીસા શહેર ઉત્તર પો.સ્ટે.

(2)અ.પો.કો.નરેન્દ્રકુમાર ખેમજીભાઇ ડીસા શહેર ઉત્તર પો.સ્ટે.

(3)અ.પો.કો.કરશનભાઈ રત્નાભાઇ ડીસા શહેર ઉત્તર પો.સ્ટે

(4)અ.પો.કો.વનરાજી પ્રતાપજી ડીસા શહેર ઉત્તર