હાલોલ તાલુકાના અભેટવા ગામે આવેલ અભેટવા પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૧૨ થી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા પટેલ ગુણવંત હીરાભાઈ શિક્ષણ વિભાગ ગુજરાત સરકારમાં વર્ગ-૨ ના અધિકારી બનતા શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો સ્ટાફ અને સમસ્ત ગ્રામજનોએ તેમનો ભવ્ય વિદાય સન્માન સમારંભ યોજ્યો હતો જેમાં  ગામમાં ઢોલ નગારા સાથે ઘોડા પર બેસાડી રડતી આંખે સૌ કોઈએ શિક્ષક ગુણવંભાઈને માન સન્માન સાથે શાળા ખાતેથી વિદાય આપી હતી જેમાં છેલ્લાં ૧૧ વર્ષ જેટલા સમયથી શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા ગુણવંતભાઈએ શિક્ષણમાં અદભુત ક્રાંતિ કરી શાળાના બાળકો માટે શાળામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી બાળકોના શિક્ષણ માટે સરાહનીય કામગીરી કરી હતી અને સાથે સાથે અભેટવા ગામના વિકાસ માટે ગ્રામજનો સાથે મળી સુંદર વિકાસના કાર્યો કર્યા હતા  જેમાં પીવાના પાણીની સુવિધાઓ, વરસાદી પાણી જમીનમાં ઉતારવા, ખેડૂતો માટે ઓર્ગેનિક ખેતીની શરૂઆત વગેરે જેવા કાર્યો કરતા ગામ અને તાલુકામાં લોકપ્રિય બન્યા હતા જેમાં તેઓ શિક્ષકમાંથી બઢતી પામી વર્ગ-૨ ના અધિકારી બની શાળામાંથી વિદાય લેતા આજે તેમના વિદાય સમારંભમાં આખું ગામ રડવા લાગ્યું હતું જેમાં વિદ્યાર્થી બાળકો સહિત  વાલીઓની પણ અપાર લાગણી અને પ્રેમ સાથેની આત્મીયતા આજે જોવા મળતા આજે ચાણક્યનું વાક્ય સિધ્ધ થયું હતું 
" શિક્ષક કભી સાધારણ નહિ હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં ખેલતે હે"

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જેમાં આજના આ અદભૂત  કાર્યક્રમમાં હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયદ્રથસિંહજી પરમાર તાલુકા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા તાલુકા ભાજપા પ્રમુખ પ્રવિણસિંહ પરમાર અન્ય હોદ્દેદારો તેમજ સન ફાર્મા કંપનીના પ્રતિકભાઈ પંડ્યા સહિત સન ફાર્મા કંપનીના અન્ય અધિકારીઓ વિઠ્ઠલ પૂરા પ્રાથમિક શાળાના આચાર્ય વિરેનભાઈ જોષી સહિત હાલોલ તાલુકાનો શિક્ષણ પરિવાર અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસસ્થિત રહ્યા હતા.