મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના પુદગામની સીમમાં આવેલા ખુલ્લી જગ્યામાં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસે 10 ગુનામાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. જેમાં પોલીસે 37,042 બોટલ કિંમત રૂ 61 લાખથી વધુના મુદ્દામાલનો નાશ કર્યો હતો. જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, ડીવાયએસપી, નશાબંધી અધિકારી, તાલુકા પી.આઇ સહિતની હાજરીમાં નાશ કરાયો હતો.