અમીરગઢ પોલીસ ઈકબાલગઢ નજીક થી એક રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા ઇસમ ને ઝડપી પાડ્યો છે જેમાં પોલીસ ને મળેલી બાતમી હકીકત આધારે અમીરગઢ તરફથી એક નંબર પ્લેટ વગરની રીક્ષા ચાલક દારૂભરી ને ઈકબાલગઢ થી પાલનપુર તરફથી જતા પોલીસને શંકા જતા રીક્ષા રોકાવી તપાસ કરતા રીક્ષામાંથી દારૂની બોટલો મળી આવતા પોલીસે ઇસમ ને ઝડપી પાડી કુલ 4 લાખ 32 હજાર 990 નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસ આગળ ની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા નાઓએ ગેરકાયદેસ ર રીતે વિદેશી દારૂની હેરાફેરી થતી રોકવા સારુ સુચના કરેલ હોય જે અન્વયે એમ.આર.બારોટ પોલીસ ઈન્સપેકટર અમીરગઢ પોલીસ સ્ટેશનનાઓના થતા પોલીસ સ્ટાફના સાથે પોલિસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીસન લગત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે એક બજાજ રીક્ષા નંબર પ્લેટ વગર અમીરગઢ રોડ તરફથી આવવાની હોય જે બાતમી હકિકત આધારે બજાજ રીક્ષાની વોચ તપાસમાં હતા તે વખતે એક રીક્ષા નંબર પ્લેટ વગરની દારૂ જથ્થો લઇ નીકળવાની બાતમી હકિકત વાળી ઇકબાલગઢ દર્શન હોટલ સામેના ભાગે રોડ ઉપર હકિકત વાળી બજાર રીક્ષામાં પ્લાસ્ટીકના કટ્ટામાં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ બીયરની કુલ બોટલો ઝડપી પાડી હતી રીક્ષા સાથે હમીરસિંહ મંગળસિંહ ડાભી રહે.કિડોતર અમીરગઢ વાળાઓ પકડાઇ જઇ જેઓની વિરૂધ્ધમાં ધી પ્રોહી એક્ટ કલમ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.