.નેચર ફર્સ્ટ જુનાગઢ દ્વારા પ્રકૃતિના જતન અર્થે છેલ્લા ૯૦ સપ્તાહથી દર રવિવારે ગિરનાર જંગલના અલગ અલગ વિસ્તારોમાં પ્લાસ્ટિક મુક્ત ગીરનાર જંગલ અભિયાન ચલાવવામાં આવે છે.
ત્યારે આજે ૯૧માં સપ્તાહ નિમિત્તે "પર્યાવરણ બચાવો" અંતર્ગત વેસ્ટર્ન એગ્રી સીડ્સ લી. ગાંધીનગરના સહયોગથી નેચર ફર્સ્ટ દ્વારા રામવાડી - ૧ ગીરનાર રોડ ખાતે ૨૧ આંબાના વૃક્ષો વાવીને વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. જેમાં ભારત બોરીચા તેમજ રામવાડી ખાતે આવેલ ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી