કડીના રાજપુર ગામે ગલ્લાના બાકી પૈસાની લેતીદેતી મામલે થયેલી બબાલમાં ઉશ્કેરાયેલા શખ્સે તલવાર થી  કરેલા હિંસક હુમલામાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી, જયારે કોઈએ ગલ્લાને આગ ચાંપતા સામાન  બળીને  ખાખ થઇ ગયો હતો, આ ઘટનાને લઈને તંગદિલી છવાઈ હતી. પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રાજપુર ગામના ધર્મેન્દ્રસિંહ ગલ્લો ધરાવે છે. સોમવારે હિંગરાજસિંહનો દીકરો બાઈક લઈને જતો હતો ત્યારે  આગળના દુકાનના નામાનાં બાકી પૈસા માગ્યા હતા  અને બાઈક લઇ લેતા તેણે ઘરે જઈને પિતા હિંગરાજસિંહને વાત કરતા તેઓ ગલ્લે આવીને કહેવા જતા મામલો બિચક્યો હતો અને ધર્મેન્દ્રસિંહે હિંગરાજસિંહ ઉપર  તલવાર વડે હુમલો કર્યો હતો, જેમાં હિંગરાજસિંહને માથાના ભાગે ગંભીર ઇજા થતા તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યો પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે કડી ભાગ્યોદય હોસ્પિટલ લઇ ગયા હતા. બીજી તરફ ગલ્લો કોઈએ સળગાવી દેતા અંદરનો સામાન બળીને  ખાખ થઇ ગયો હતો, આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી વધુ તાપસ હાથ ધરી હતી.