પાટડી તાલુકાના વડગામમાં 19 વર્ષના યુવાનની તલવારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં ગાડીમાં આવેલા શખ્સો ઘાતક હુમલો કરીને ફરાર થઇ ગયા હતા. જ્યારે આ ઘટનાની જાણ થતાં દસાડા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.પાટડી તાલુકાના વડગામમાં જમીનની જૂની અદાવત મામલે 19 વર્ષના યુવાનની તલવારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જેમાં વડગામ ગામમાં છૂટક મજૂરી કામ કરતા લક્ષ્મણભાઇ ઠાકોરના 19 વર્ષના પુત્ર રાહુલભાઇ ઠાકોરને ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ તલવાર અને ધારીયાના ઉપરાછાપરી ઘા ઝીંકી ગાડીમાં જ ફરાર થઇ ગયા હતા. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા 19 વર્ષના રાહુલ લક્ષ્મણભાઇ ઠાકોરને લોહિલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે દસાડા સરકારી હોસ્પિટલે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલે લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના હાજર તબીબે એને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં દસાડા પીએસઆઇ વી.આઇ.ખડીયા સહિતના પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ ફરાર થયેલા આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના પીએસઆઇ વી.આઇ.ખડીયા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अमानगंज बाईपास पतारा हार में अज्ञात कारणों के चलते 45 वर्षीय व्यक्ति ने लगाई फांसी दर्दनाक मौत
पन्ना जिले के अमानगंज थाना क्षेत्र अंतर्गत आने वाले अमानगंज बाईपास पतारा हार में...
বদৰুদ্দিন আজমলৰ আবেদন- মুছলমানসকলে গৰু বলি দিব নালাগে
অসমৰ এক প্ৰধান ইছলামিক ৰাজনৈতিক দল অল ইণ্ডিয়া ইউনাইটেড ডেমক্ৰেটিক ফ্ৰণ্ট (এআইইউডিএফ)ৰ মুৰব্বী...
ઠાસરા ના બજારોમાં દિવાળી ની ગરાગી..
ખેડા..ઠાસરા..
ઠાસરા ના બજારોમાં દિવાળી ની ગરાગી નો માહોલ જામ્યો...શહેર માં ટ્રાફિક...
દાંતામાં વરસાદ સાથે કડાકા-ભડાકા વીજળી પડતાં યુવક અને 50 બકરાના મોત
10 દિવસ ના વિરામ બાદ જિલ્લા માં વરસાદ પડવાનું શરૂ થયું છે દાંતા તાલુકા માં બે દિવસથી સતત વીજળી ના...
केंद्र सरकार ने 14 पाकिस्तानी मैसेंजर एप को किया बैन, संदेश भेजने के लिए आतंकी करते थे इस्तेमाल
केंद्र सरकार ने पाकिस्तानी एप के खिलाफ कड़ा कदम उठाया है। केंद्र सरकार ने आईबी के इनपुट पर...