સુરેન્દ્રનગર જિલ્લા સહિત અન્ય જિલ્લાની અસંખ્ય ચોરીના ગુન્હામાં સંડોવાયેલા માતા-પુત્ર ઝડપાયા હતા. બી ડીવીઝન પોલીસે 14 મોબાઇલ, રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિતની ચોરી કરનારા માતા-પુત્રને ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ જી.એન શયારાની સુચનાથી ચોરીના બનાવો જેમાં સુરેન્દ્રનગર, લખતર, ઘ્રાંગઘ્રા, બોટાદ, સાંણદ, વિરમગામ, વાંકાનેર, બાવળા, ચોટીલાના શાકમાર્કેટ અને બસ સ્ટેશન જેવા ભીડભાડ વાળા અલગ અલગ વિસ્તારમાથી પાકીટ તેમજ મોબાઇલ ચોરીના આરોપીઓને સુ.નગર સીટી બી ડીવી પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોર્ડ ઝડપી લીધા હતા. જેમાં પીએસઆઇ જી.એન.શ્યારા પો.સબ.ઇન્સ સુ.નગર સીટી બી ડીવી પો.સ્ટે નાઓની સુચનાથી પો.હેડ.કોન્સ અજીતસિંહ નાગજીભાઇ પો.હેડ.કોન્સ મહિપતસિંહ હેમુભા તથા પો.કોન્સ વિજયસિંહ પ્રવિણસિંહ તથા પો.કોન્સ હરપાલસિંહ સુરૂભા તથા પો.કોન્સ અજયસિહ અણદાભાઇ તથા વુ.પો.કોન્સ દિવ્યાબેન ચિરાગભાઇ સ્ટાફના માણસો ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કોન્સ વિજયસિંહ પ્રવિણસિંહ તથા પો.કોન્સ હરપાલસિંહ સુરૂભાનાઓને મળેલ બાતમી આધારે હકીકત મળી હતી કે, પાકીટ ચોરી કરતા બે ઇસમો નિકળનાર છે.આ સદરહુ બાતમી આધારે વોચમા હતા તે દરમ્યાન એક સ્ત્રી ઇસમ તથા એક પુરૂષ ઇસમ હાથમા કાપડની થેલી લઇ શંકાસ્પદ હાલતમા નિકળતા બંનેને રોકી તેની જડતી તપાસ કરતા મજકુર સ્ત્રી ઇસમના હાથમા રહેલી થેલીમાંથી 8355/- રૂપીયા રોક્ડા મળી આવ્યા હતા. રોકડ રૂપીયા બાબતે પુછ્પરછ કરતા ગલ્લા તલ્લા કરતા હોય કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય મજકુર બંનેને પો.સ્ટે. લાવી મજકુર બંનેની સઘન પુછપરછ કરતા હોય મજકુર ઇસમનુ પંચો રૂબરૂ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ સ્ત્રી ઇસમે પોતાનું નામ 1 જયાબેન મુકેશભાઇ સોલંકી ( જાતે અનુ.જાતી બારોટ ઉ.વ 55 ધંધો ઘરકામ રહે ઉધ્યોગનગર શાંતીનગર શેરી નં-1 સુરેન્દ્રનગર મુળ રહે ગામ લખતર જી સુ.નગર વાળા ) હોવાનું જણાવેલ તેમજ બીજા ઇસમે પોતાનુ નામ 2 ખોડાભાઇ મુકેશભાઇ સોલંકી ( જાતે અનુ.જાતી બારોટ ઉ.વ 21 ધંધો મજુરી રહે ઉધ્યોગનગર શાંતીનગર શેરી નં-1 સુરેન્દ્રનગર મુળ રહે ગામ લખતર જી સુ.નગર વાળો ) હોવાનુ જણાવેલ મજકૂર પાસેથી મળી આવેલ કાપડની થેલીમા રોકડા રૂપીયા 8355/- મળી આવ્યા હતા.જે મજકુરની પુછપરછ કરતા સદરહુ પૈસા ધ્રાંગધ્રાથી ચોરી કરેલા હોવાનુ જણાવતો જેથી મજકુર ઇસમની વધુ પુછપરછ કરતા મજકુર ઇસમે સુરેન્દ્રનગર ,લખતર ,ઘ્રાંગઘ્રા, બોટાદ, સાંણદ ,વિરમગામ, વાંકાનેર ,બાવળા, ચોટીલા શાકમાર્કેટ તથા બસ સ્ટેશન જેવા ભીડભાડ વાળા અલગ અલગ વિસ્તારમા જઇ લોકોની નજર ચુકવી તકનો ફાયદો ઉપાડી પાકીટ તથા મોબાઇલ ચોરી કરતા હોવાનુ જણાવેલ બન્ને આરોપીઓને સી.આર.પી.સી. કલમ 41(1)ડી મુજબ ધોરણસર અટક કરેલ હોય પાકીટ અને મોબાઇલ ચોરી કરી પોતાના ઘરમા વેચવા માટે રાખેલ હોવાનુ જણાવતા મજકુર પાસેથી મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ છે સી.આર.પી.સી. કલમ 41(1)ડી, 102 મુજબની કાર્યવાહી કરી આગળની તપાસ પો.હેડ.કોન્સ અજીતસિંહ નાગજીભાઇનાઓ સંભાળી રહ્યા છે.