વડોદરાના પાદરા તાલુકા કોંગ્રેસના મહિલા પ્રમુખ વિરુદ્ધ આવેદન આપવા સમયે ભાજપના હોદેદારોને દમડાટી આપવા મામલે ભાજપના હોદેદારોએ PI એસ. ડી. ધોબીની બદલીની માંગ કરી બદલી નહિ કરાય તો સામૂહિક રાજીનામાની ચીમકી આપતા હવે મામલો ગરમાયો છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પાદરા ભાજપાના તાલુકાના હોદ્દેદારો અને મહિલા હોદ્દેદારો જ્યારે પાદરા તાલુકા કોંગ્રેસના મહિલા પ્રમુખ ઝંખનાબેન પુરોહિત વિરુદ્ધ પાદરા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી ફરજ પરથી મુક્ત કરવા આવેદનપત્ર આપવા ગયા તે સમયે તાલુકા પંચાયતમાં ભાજપાના હોદ્દેદારોનું ટોળું એકત્ર થતા ત્યાં આવી પહોંચેલા પાદરા પીઆઈ ધોબી સહિત પોલીસ સ્ટાફે ‘તમે બધા અહીંયાથી છૂટા પડી જાઓ નહીં તો જેલમાં અંદર મૂકી દઈશ’તેવું જણાવી દમદાટી આપી હોવાનું ભાજપા સંગઠનના હોદ્દેદારોએ જણાવી પીઆઈ સામે પગલાં ભરવા માંગ કરી છે.


 
પીઆઈ ધોબી દ્વારા ભાજપા સંગઠનના હોદ્દેદારોને અપમાનિત કરવા મુદ્દે વડોદરા જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલને જાણ કરાતા અશ્વિન પટેલે વડોદરા જિલ્લા ગ્રામ્ય એસપી રોહન આનંદને આ અંગે રજૂઆત કરતા જિલ્લા એસપી રોહન આનંદ પાદરા પોલીસ મથકે આવી પહોંચ્યા હતા.
સંગઠનના હોદ્દેદારોએ પીઆઈ ધોબી દ્વારા કરાયેલ ગેરવર્તણૂકની રજૂઆત જિલ્લા એસપી સમક્ષ કરી બદલીની માંગ કરી હતી. અને જો બદલી કરવામાં નહીં આવે તો પાદરા શહેર તેમજ તાલુકાના સંગઠનના તમામ હોદ્દેદારો ભાજપામાંથી સામૂહિક રાજીનામા આપશે તેવી ચીમકી ઉચ્ચારતા મામલો ગરમાયો છે.