ગુજરાત ના વાછોલ થી રાજસ્થાન ના મંડાર ને જોડતા 1.35 કરોડ ના ખર્ચે બોકસ પુલ આકાર પામશે..
ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત આગેવાનો ની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું..
રૂપિયા 1.35 કરોડ ના ખર્ચે બનનાર પુલ નું કામ 10 મહિનામાં પૂર્ણ કરાશે..
ગુજરાત ના છેવાડાના અને રાજસ્થાન બોર્ડર ને અડીને આવેલા વાછોલ ગામ થી રાજસ્થાન ના મંડાર ને જોડતાં મુખ્ય રસ્તા પર રૂપિયા 1.35 કરોડ ના ખર્ચે બનનાર બોકસ પુલ નું રવિવારે ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત આગેવાનો ની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું..
બનાસકાંઠા ના ધાનેરા વિધાનસભા ના વાછોલ થી મંડાર થઈ રાજસ્થાન ને જોડતાં મુખ્ય રસ્તા ઉપર વાછોલ નજીક થી પસાર થતાં વ્હોળા માં દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ ના કારણે સંપર્ક તુટી જતાં ગુજરાત અને રાજસ્થાન ના લોકોને અવર જવર માં ભારે મુશ્કેલી વેઠવી પડતી હતી..
આથી ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ની રજૂઆત ને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા વાછોલ ગામે રૂપિયા 1.35 કરોડના ખર્ચે બનનાર બે બોકસ પુલ મંજુર કરવામાં આવ્યાં હતાં, આથી રવિવારે ધાનેરા ધારાસભ્ય માવજી ભાઈ દેસાઈ, ભાજપ આગેવાન ભગવાનદાસ પટેલ, વસંતભાઈ પુરોહિત, જગદીશ ભાઈ પટેલ, રેશાભાઈ પટેલ તેમજ ગામના સરપંચ નરસિંહભાઈ પટેલ સહિત આગેવાનો અને ગ્રામજનો ની ઉપસ્થિતિમાં બોકસ પુલ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું..
ગુજરાત સરકાર ના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કન્સ્ટ્રકશન ઓફ બોકસ કલ્વર્ટ યોજના હેઠળ ધાનેરા વિધાનસભા ના વાછોલ ગામે રૂપિયા 1.35 કરોડ ના ખર્ચે બનનાર બે બોકસ પુલ નું કામ 10 મહિના માં પૂર્ણ કરવામાં આવશે તેમ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ એ જણાવ્યું હતું..