રાજુલા પોલીસ સ્ટેશનમાં મોહરમ તેમજ જન્માષ્ટમીના તહેવાર અનુસંધાને એસ.પી સાહેબના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતીની મીંટીંગનું આયોજન કરવામાં આવેલ . રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગઇકાલ તા .૦૬ / ૦૮ / ૨૦૨૨ ના રોજ સાંજના પાંચ કલાકે મ્હે.અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબના અધ્યક્ષ સ્થાને તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ તેમજ રાજુલા સર્કલ પોલીસ ઇન્સપેકટર શ્રી ડો.એલ.કે.જેઠવા તથા રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એ.એમ.દેસાઇની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવેલ . રાજુલા શહેરના હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનોની ઉપસ્થિતમાં હાલમાં હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની સાથે મુસ્લીમ સમાજનો મોહરમનો તહેવાર આવતો હોય જેથી રાજુલા શહેરમાં શાંતિમય માહોલ વચ્ચે બન્ને તહેવારોની ઉજવણી થાય તેવાં હેતુથી રાજુલા શહેરના હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનો તથા રાજુલા નગરપાલીકાના પ્રમુખ તથા વેપારી એસોશીએશનના પ્રમુખ , વિશ્વ હિન્દુ પરીષદના પ્રમુખ તથા અન્ય સમાજના આગેવાનો સાથે કાયદો અને વ્યવસ્થા બાબતે તેમજ બન્ને કોમના લોકો હળી - મળી ભાઇચારાથી તહેવારોની ઉજવણી કરે તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી.તેમજ કોઇપણ લોકોની આસપાસ કોઇ અનિચ્છનીય બનાવ કે અસામાજીક તત્વો દ્વારા કોઇ મુશ્કેલી જણાઇ તો તાત્કાલિક સ્થાનિક પોલીસ તથા ૧૦૦ નંબરનો સંપર્ક કરવાં જણાવેલ . તેમજ આ તકે એસ.પી સાહેબે લોકોને જણાવેલ કે તમારો મોબાઇલ કે વાહન ચોરાઇ જાય તો પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી , તમારા મોબાઇલમાં સિટીઝન ફર્સ્ટ ગુજરાત પોલીસ ’ નામની મોબાઇલ એપ ડાઉનલોડ કરી ઘરે બેઠા E - FIR નોંધાવી શકો છો તેવી જાણકારી આપવામાં આવેલ . ||| તા .૦૮ / ૦૮ / ૨૦૨૨ તેમજ હાલમાં ભારત સરકાર દ્વારા ૭૫ માં “ આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી થઇ રહેલ હોય જેના ભાગરૂપે દરેક નાગરીકો પોતાના ઘરે તિરંગો લહેરાવી ઉજવણી કરવાં જણાવેલ.

રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.