રિપોર્ટ. લતીફ સુમરા

ડીસા તાલુકા નાં જુનાડીસા ગામ માં અનેક વાર અકસ્માત ઘટનાઓ બનતી હોય છે જેમાં જુનાડીસા ડીસા-પાટણ હાઈવે પર આજે વધુ એક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં મોડી રાત્રે જુનાડીસા પાસે રીક્ષા ડીવાઈડરને ટકરાતા પલટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ સમાજના ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.ડીસા પાટણ હાઇવે પરથી આજે એક રીક્ષા પસાર થઈ રહી હતી અને રિક્ષામાં સવાર વાદી સમાજના ત્રણ લોકો જુનાડીસા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે અચાનક રીક્ષા ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા ડિવાઈડરને ટકરાઈ હતી અને ડિવાઈડરને ટકરાયા બાદ રીક્ષા પલટી ખાઈ હતી જેમાં ડિવાઇડર ના કારણે અનેક વાર અકસ્માતજોવા મળે છે રાત્રી સમય ડિવાઈડર જોઈ શકાતું નથી જેમાં રેડિયમ મારવામાં આવે અને બીજા અકસ્માત નાં થાય તેવી ગામ લોકો જણાવ્યું