સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સમઢીયાળા ગામે થયેલ ડબલ મર્ડર હત્યાકાંડમાં સીટની રચના કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને ન્યાય મળી રહે તે માટે સીટની રચના કરવામાં આવી છે. જેમાં નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારી એવા જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર ડબલ મર્ડર હત્યાકાંડમાં સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારના સમઢિયાળા ગામે જૂથ અથડામણ થઈ હતી. જેમાં બે દલિત ભાઈઓની હત્યા કરવામાં આવી હતી.જે ઘટનાને પગલે ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે તેમાં જામનગર એલસીબી, એસઓજી સહિત જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટનાની તપાસ માટે એક સ્પેશિયલ સીટની રચના કરવામાં આવી છે. રેન્જ આઇજી અશોક કુમાર દ્વારા ગુનાની નિષ્પક્ષ ન્યાય મળી રહે તેમજ તટસ્થ તપાસ થાય તે હેતુથી એસઆઇટી (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ) ની રચના કરવામાં આવેલ છે.આ સીટના અધ્યક્ષ તરીકે નિષ્ઠાવાન અને પ્રામાણિક અધિકારી એવા જામનગર જિલ્લા એસ.પી. પ્રેમસુખ ડેલૂની નિમણૂક કરવામાં આવેલ છે.જામનગર જિલ્લા પોલીસ વડાની વાત કરવામાં આવે તો રાજ્યમાં ચકચારી ગુજસીટોક પ્રકરણ મામલે વિદેશમાં ભાગી ગયેલા અને લંડનની જેલમાં બંધ એવા ભૂ માફિયા જયેશ પટેલને ભારતમાં લાવવામાં પણ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને સફળતા મળી હતી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं