હાલોલ નગરના મુસ્લિમ સમાજમાં  શૈક્ષણિક તાલીમમાં દિન પ્રતિદિન પ્રગતિ જોવા મળી રહી છે જેમાં મુસ્લિમ બાળકોમાં દુનિયા સહિત દીની ઇસ્લામિક તાલીમ કે જે મુસ્લિમ બાળકોના શ્રેષ્ઠ વિકાસ અને સંસ્કાર માટે  જરૂરી છે તેને  રસપ્રદ બનાવી બાળકોમાં તેની જાણકારી મેળવવા ઉત્સુકતા જાગે તે હેતુથી તારીખ ૧૮/૦૬/૨૦૨૩ , રવિવારના રોજ હાલોલ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા "ઇસ્લામીક નોલેજ સ્પર્ધા " એક વૈકલ્પિક વિકલ્પ વાળી પરીક્ષાનું આયોજન  કરેલ હતું જેમાં આ સ્પર્ધામાં હાલોલ શહેરના જુદા જુદા વિસ્તારના ૩૦૦ જેટલા મુસ્લિમ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને આ સ્પર્ધાને સફળ બનાવી હતી જેમાં આ સ્પર્ધા મદ્રસએ નુરૂલ ઇસ્લામ મુહમ્મદી સ્ટ્રીટ,મદ્રસએ નુરૂલ ઇસ્લામ લીમડી ફળિયા,કુબા મસ્જિદના મદ્રસામાં પાવાગઢ રોડ,અને મદ્રસએ ગુલશને બગદાદ હોટલ હેરિટેજ પાસેના મદ્રસાઓમાં યોજાઈ હતી જેમાં આ સ્પર્ધા ધોરણ ૪ થી ૬ અને ધોરણ ૭ થી ૧૦ એમ બે વિભાગમાં લેવામાં આવી હતી  જેમાં સમગ્ર સ્પર્ધાની તૈયારી માટે લગભગ એક મહિના પેહલાથી જ અલગ અલગ મદ્રેસાના મૌલાના સાહબોએ અંત્યંત દિલથી  કાબિલે તારીફ મેહનત અને તૈયારી બાળકોને કરાવી હતી જેમાં સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં ઇસ્લામિક જાણકારી મેળવવાની જીજ્ઞાશા જાગે,બાળકો સોશ્યિલ મીડિયાનો હકારાત્મક ઉપયોગ કરે ,વાલીઓમાં પણ સજાગતા આવે અને  ઇસ્લામ ધર્મની પાયાની જાણકારી મેળવે તેનો હતો. જેમાં સ્પર્ધાનું પરિણામ આવ્યા બાદ આજ રોજ  હાલોલના મુહમ્મદી સ્ટ્રીટ ખાતે આવેલ હૈદરી ચોક ખાતે ઇસ્લામિક નોલેજ સ્પર્ધાના વિજેતા બનેલા શ્રેષ્ઠ એકથી ત્રણ ક્રમના બન્ને ધોરણના ૬ બાળકો સહિત વિજેતા બનેલા ૧૦૦ જેટલા  બાળકોને પ્રોત્સાહન રૂપી રોકડ રકમ અને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ હાલોલ મુસ્લિમ સમાજના અગ્રણીઓના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં તમામ સ્પર્ધામાં ભાગ લેનાર  બાળકો તેઓના માતા પિતા સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા.જેમાં તમામ વિજેતા થયેલા શ્રેષ્ઠ ૬ બાળકો સહિત ૧૦૦ થી પણ વધુ બાળકો જેમાં ધોરણ ૪ થી ૬ માં ૧ થી ૩ ક્રમે આવેલા ૩ બાળકો જેમાં પ્રથમ ક્રમે રિનાઝ ઈરફાન બાગવાલા બીજા ક્રમે વોરા રેઝા સોહેલભાઈ ત્રીજા ક્રમે સાહી સરફરાઝ લીમડીયા જ્યારે ધોરણ ૭ થી ૧૦ ના ૧ થી ૩ ક્રમે આવેલા ૩ બાળકો જેમાં પ્રથમ ક્રમે મોહમ્મદ અનીક સરફરાઝ શેખ બીજા ક્રમે ફલક ફિરોજ બાગવાલા ત્રીજા ક્રમે અલ્ફિના આરીફ લુહાર મળી ફૂલ ૬ બાળકો જે શ્રેષ્ઠ ટકાવારી સાથે સ્પર્ધામાં અવ્વલ આવતા તેઓને પ્રથમ ક્રમ માટે ૭૧૦૦/- ટ્રોફી અને પ્રમાણપત્ર બીજા ક્રમે ૫૧૦૦/-  ટ્રોફી અને પ્રમાણ પત્ર અને ત્રીજા ક્રમ માટે ૪૧૦૦/- ટ્રોફી અને પ્રમાણપત્ર રૂપી પ્રોત્સાહન ઇનામો આપી સન્માનિત કરાયા હતા જ્યારે અન્ય ૧૦૦ જેટલા વિજેતા બાળકોને ૫૦૦/- રૂપિયા રોકડ રકમ અને પ્રમાણપત્ર રૂપી પ્રોત્સાહન ઇનામો આપી સન્માનિત કરાયા હતા જેમાં કાર્યક્રમમાં આંખોને ઉડીને વળગે તેવી એક વાત જોવા મળી હતી જેમાં આયોજકો દ્વારા એક સરાહનીય અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી જેમાં તમામ શ્રેષ્ઠ છ બાળકો સહિત  100 થી વધુ બાળકોને તેઓના જ માતા પિતાના હાથે રોકડ રકમના કવર તેમજ ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરી એક નવો અભિગમ દાખવવામાં આવ્યો હતો અને માત્ર બાળકો જ નહી તેઓના માતા પિતાને પણ આ અવસર આપી સન્માન આપ્યું હતું.