ચાણસ્મા ના વતની અને સમી તાલુકા પંચાયત ખાતે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી (ગ્રા.વિ) તરીકે ફરજ બજાવતા સ્વ. કમલેશકુમાર રણછોડભાઈ પરમાર જેઓનું ગત તા. 15/08/2022 ના રોજ હ્રદય રોગ ના હુમલા થી અવસાન થયેલ, ત્યારબાદ તેઓના નાના ભાઈ શ્રી દિનેશભાઈ પરમાર એડવોકેટ દ્રારા દર મહિના ની 15 તારીખે માસિક પુણ્યતિથિ નિમિત્તે અલગ- અલગ જગ્યાએ અલગ પ્રકાર ની વસ્તુઓ આપીને એક અનોખી શ્રધ્ધાંજલી અર્પણ કરે છે
આજરોજ દિવંગત કમલેશભાઈ ની અગિયારમી માસિક પુણ્યતિથિ નિમિતે પાટણ રાધનપુરી વાસ ખાતે આવેલ આંગણવાડી જેનો કેન્દ્ર નંબર-60 જેઓના સંચાલક શ્રીમતી પ્રતિભાબેન પરમાર જે આંગણવાડી ના 30 બાળકો ને છત્રીઓ આપવામા આવી 2. સૌ પ્રથમ નરેન્દ્રભાઈ પરમાર દ્વારા ભીમ શાળા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી અમૃતભાઇ દ્વારા દિનેશભાઇ પરમાર નું પુષ્પગુચ્છ થી સન્માન કરવામાં આવ્યુ હાજર તમામ બાળકો વાલીઓ દ્વારા દિવંગત કમલેશભાઈ ના આત્મા ને શાંતિ મળે તે માટે મૌન પાળેલ ભીમ શાળા ના બાળકો દ્વારા અલગ અલગ વિષય પર વક્તવ્ય રજૂ કરેલ અને હારીજ તાલુકા ના જાસ્કા ખાતે ભીમ સૈનિક શ્રી અમૃતભાઈ પરમાર દ્રારા ચલાવવામા આવતી ભીમ સ્કૂલ મા પણ કુલ 25 જેટલા વિદ્યાર્થીઓ ને છત્રીઓ અર્પણ કરી એક અનોખી શ્રધ્ધાંજલી આપવામા આવી.
જેમાં દિનેશભાઈ પરમાર એડવોકેટ,નરેન્દ્રભાઈ પરમાર નવસર્જન પાટણ,અમૃતભાઇ પરમાર'ભીમ શાળા જાસ્કા
ઉપસ્થિતિ માં કાર્યક્રમ કરવામાં આવ્યો