લીંબડી બસ સ્ટેન્ડના દરવાજા નજીક પડેલા મોટા ખાડામાં એસટી બસ ખાબકી હતી. ધડાકાભેર એસટી બસ ખાડા ભટકાતાં મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાતા લીંબડી બસ સ્ટેન્ડના નિર્માણ માટે સરકારે 3.50 કરોડ ખર્ચયા હતા. બસસ્ટેન્ડ નિર્માણ શરૂ થયું ત્યારથી જ કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ ઉઠી હતી. લીંબડી એસટી ડેપોના કર્મીઓએ બસસ્ટેન્ડના કામમાં થતાં ભ્રષ્ટાચાર અંગે આવેદન આપી તપાસની માંગ કરી. પરંતુ એસટી કર્મચારીઓની રાવને ગંભીરતાથી લેવાય નહોતી. કોન્ટ્રાક્ટરને સામાન્ય સૂચના આપી બધડાકાભેર બસ ખાડા ભટકાતાં મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

લીંબડી બસ સ્ટેન્ડના દરવાજા નજીક પડેલા મોટા ખાડામાં એસટી બસ ખાબકી હતી. ધડાકાભેર એસટી બસ ખાડા ભટકાતાં મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર ગણાતા લીંબડી બસ સ્ટેન્ડના નિર્માણ માટે સરકારે 3.50 કરોડ ખર્ચયા હતા. બસસ્ટેન્ડ નિર્માણ શરૂ થયું ત્યારથી જ કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ ઉઠી હતી. લીંબડી એસટી ડેપોના કર્મીઓએ બસસ્ટેન્ડના કામમાં થતાં ભ્રષ્ટાચાર અંગે આવેદન આપી તપાસની માંગ કરી. પરંતુ એસટી કર્મચારીઓની રાવને ગંભીરતાથી લેવાય નહોતી. કોન્ટ્રાક્ટરને સામાન્ય સૂચના આપી બસસ્ટેશનનું કામ આટોપી લેવામાં આવ્યું હતું. મોટા બાઘડ બિલ્લા સામે એસટીના કર્મીઓનું કશું ઊપજ્યું નહીં.લોકાર્પણ બાદ થોડા સમયમાં જ છતના પતરા તૂટીને નીચે પડવા સહિત ખામીઓ સામે આવવા લાગી હતી. બસ સ્ટેન્ડના નિર્માણ બાદ ચોમાસાના પહેલાં વરસાદે કોન્ટ્રાક્ટરની બધી પોલ ખોલી નાખી હતી. મુસાફરોના સ્ટેન્ડ સહિત એસટી કર્મચારી માટે બનાવેલા ઉપરના માળે પાણી ભરાઈ ગયા હતા. કોન્ટ્રાક્ટરે આચરેલા પાપની સજા 4 વર્ષોથી મુસાફરો અને એસટીના કર્મચારીઓ ભોગવી રહ્યા છે. લીંબડી બસસ્ટેન્ડના 2 નંબરના દરવાજા નજીક મહિનાઓ પહેલાં ખાડો પડ્યો હતો. જેને બૂરવામાં આવ્યો નહોતો.અમદાવાદ-ખંભાળિયા રૂટની એસટી બસ સ્ટેન્ડના દરવાજા પાસે પડેલા ખાડામાં ધડાકાભેર ખાબકી હતી. ભયંકર આવાજ સાંભળી મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. બસને ખાડામાંથી બહાર કાઢવા તમામ મુસાફરોને નીચે ઉતરવું પડયું જહેમત બાદ બસ બહાર નિકળી હતી. એસટી તંત્રે ખાડો બુરવાના બદલે હાલ તો 2 નંબરના દરવાજાનો રસ્તો બંધ દીધો છે.