મહેસાણાઃ બેચરાજીમાં ધોરણ 10-12 ITI અને ડિપ્લોમાની નકલી માર્કશીટ બનાવનાર શંખલપુરના યુવકની પોલીસે ધરપકડ કર્યાની ઘટના સામે આવી છે કુલદીપ નામનો આરોપી યુવક આદિત્ય કોમ્પ્લેક્ષમાં અંબિકા ઝેરોક્ષ નામની દુકાનમાં નકલી માર્કશીટ બનાવતો હતો જેની બાતમી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળતા તેમણે રેડ કરી નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
મહત્ત્વનું છે કે નકલી માર્કશીટ બનાવનારો 23 વર્ષીય યુવક કુલદીપકુમાર પરમાર શંખલપુરનો રહેવસી છે આ યુવક તેની ઝેરોક્ષની દુકાનમાં ધોરણ 10-12 ITI અને ડિપ્લોમાની ઓરિજિનલ માર્કશીટ રાખતો હતો અને જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેના નામ ઓરિજિનલ માર્કશીટમાં એડિટિંગ કરીને બદલી નાંખી નવી માર્કશીટ બનાવી દેતો હતો.
પોલીસે કરેલી પૂછપરછમાં સામે આવ્યું છે કે કુલદીપે છેલ્લાં બે મહિનામાં 50 વિદ્યાર્થીઓને ધોરણ 10-12 ITI અને ડિપ્લોમાની નકલી માર્કશીટ બનાવીને આપી છે આ ઉપરાંત એવો પણ ખુલાસો થયો છે કે નકલી માર્કશીટના આધારે કેટલાક વિદ્યાર્થીઓ મોટી કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે એક માર્કશીટના બદલામાં તે 1500 રૂપિયા લેતો હતો પોલીસે તપાસ દરમિયાન 8 વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ અને માર્કશીટ સહિત હાઇ ગ્લોસી પેપર અને કોમ્પ્યુટરનો કુલ 86000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.