મહેસાણા : 2017માં મહેસાણાના વકીલ સામે ઠગાઈની નોંધાયેલી ફરિયાદમાં આધાર પુરાવા વિના ફરિયાદ નોંધનાર અને તપાસમાં બેદરકારી દાખવનાર એ ડિવિઝન પોલીસ મથકના તત્કાલીન PSI પી.એસ. પરમાર અને ASI રમેશભાઈ સામે 166 મુજબ ફરિયાદ નોંધવા કોર્ટે હુકમ કર્યો છે.

વકીલ તરુણભાઈ પટેલ સામે 2017ના વર્ષમાં નથુભાઈ પટેલે પોતાના કેસ અંતર્ગત હુકમને લઈ ઠગાઈની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. જે અંગેનો કેસ ચાલી જતાં કોઈપણ આધાર પુરાવા વિના વકીલ સામે ફરિયાદ નોંધનાર તેમજ તપાસમાં પણ ગંભીર બેદરકારી દાખવનાર તત્કાલીન PSI પ્રહલાદસિંહ સોનસિંહ પરમાર અને AIS રમેશભાઈ રણછોડભાઈ સામે 166 અંતર્ગત ફરિયાદ નોંધવા રજીસ્ટ્રારને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રેમ હંસરાજસિંહે હુકમ કર્યો હતો. સાથે જિલ્લા પોલીસ વડાને બંને પોલીસ કર્મીઓ સામે ખાતાકીય તપાસ અને પગલાં ભરી 30 દિવસમાં અહેવાલ સુપ્રત કરવા પણ જણાવ્યું છે.