વિરપુર તાલુકામાં સરેઆમ બિન પરવાનગી વૃક્ષોનું છેદનની ફરીયાદો ઉઠી હતી...

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જેને લઈને મામલતદાર દ્રારા લાકડા ભરેલ ટ્રેકટર ઝડપતા ચકચાર મચી...

ગ્લોબલ વોર્મિંગના લીધે વાતાવરણમા થતા ફેરફાર અને વરસાદની અનિયમિતતા સામે રક્ષણ મેળવવા માટે સરકાર દરેક નાગરિકને વૃક્ષો વાવવા તથા તેનુ જતન કરવા અપીલ કરી રહી છે. પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના છુપા આશિર્વાદથી બેરોકટોક લીલા વૃક્ષોનુ છેદન થઈ રહ્યુ છે. વિરપુર તાલુકામાં તંત્રની મંજુરી વગર વૃક્ષો કાપી લાકડા ભરેલા ટ્રેક્ટરો બેરોકટોક રોડ ઉપર ફરતા હોવા છતાં સ્થાનિક તંત્ર ને અધિકારીના ધ્યાને આવતુ નથી. ત્યારે જીલ્લાના બિન ભ્રષ્ટાચારી અધિકારી લાકડા ભરેલા ટ્રેકટરો પકડી શિક્ષણ મંત્રીના જીલ્લામાં ગેર કાયદેસર વૃક્ષ છેદન થતુ અટકાવશે ખરૂ તે સવાલો ઉઠ્યા છે ત્યારે આજ રોજ વિરપુર તાલુકામાં મામલતદારને બાતમી મળી હતી બાતમીના આધારે નાયબ મામલતદાર સહિતના સ્ટાફે રતનકુવા પાસે વોચ ગોઠવી હતી તે દરમ્યાન લાકડા ભરેલ ટ્રેકટર રતનકુવા પાસેથી પસાર થતા ઝડપી પાડવામાં આવ્યું હતું ત્યારે લાકડા ભરેલ ટ્રેકટર ચાલકની સ્થાનીક તંત્ર એ પુછતાછ કરતાં બાલાસિનોરના સુનિલ મહેરાનુ હોવાની વિગત બહાર આવી હતી, ત્યારે લાકડા ભરેલું ટ્રેક્ટર કબ્જે કરી મામલતદાર કચેરીએ લાવવામાં આવ્યું હતું અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામા આવતા તાલુકામાં લાકડાના વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો ઉપરાંત વહીવટી તંત્ર સફાળે જાગતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તાબડતોબ જનતા સિનેમા ચોકડી પાસે વોચ ગોઠવી હતી એકપણ ટ્રેક્ટર હાથ લાગેલ નોતુ ત્યારે રતનકુવા નજીકથી ઝડપાયેલ વૃક્ષ ક્યાંથી કપાયા છે કોના કોની રહેમ નજર હેઠળ કપાયેલા છે તેમજ કોઈ મોટા માથા કે પછી કોઈ જંગલખાતાના કર્મચારીની સંડોવણી હોવાની પણ લોક મુખ ચર્ચાઈ રહ્યું છે...