વાવ તાલુકાના ભાટવરવાસ ગામે 75 દિવસ અગાઉ એક યુવકે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જે પછી ગામના નવ વ્યાજખોરોએ તેની માતાને પુત્રએ લીધેલા રૂપિયા 71.50 લાખ નહી ચૂકવે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે તેણીએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાવના ભાટવરવાસ ગામે છેલ્લા 33 વર્ષથી આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવતાં નાવીબેન (ઉ.વ.50)ના પતિ રાજારામભાઈ બ્રાહ્મણ પી. ડબલ્યું. ડી. વિભાગમાંથી નિવૃત થયા છે. આ દંપતિને સંતાનમાં એકનો એક પુત્ર રામેશ્વર (ઉ.વ.23) હતો. જેણે 75 દિવસ અગાઉ તારીખ 20 એપ્રિલ 2023ના દિવસે તેમના મકાનના રૂમમાં પંખે સાડી વડે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતુ. બંને પતિ- પત્નિ તેના વિરહમાં જીવી રહ્યા છે.

ત્યારે ભાટવર ગામના જ નવ વ્યાજખોરોએ તારો દિકરો ભલે મરી ગયો પરંતુ અમારી પાસેથી વ્યાજે લીધેલા રૂપિયા તો આપવા જ પડશે. તેમ કહી નાવીબેનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે તેણીએ વાવ પોલીસ મથકે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વ્યાજખોરોએ યુવાનના માતા પિતા પાસેથી માંગેલી રકમ

પરસોતમ ગંગારામભાઇ નાઇ - રૂ.10 લાખ

સુરેશભાઇ પરસોતમભાઇ નાઈ - રૂ.18 લાખ

ઈશ્વરભાઇ સવજીભાઇ નાઈ - રૂ. 3,50 લાખ

રાણાભાઇ મઘાભાઇ પ્રજાપતિ - રૂ. 5 લાખ

રૂપશીભાઇ હરસેગભાઇ પ્રજાપતિ

રાણાભાઇ રૂપશીભાઇ પ્રજાપતિ રૂ. -10 લાખ

મુકેશભાઇ પરસોત્તમ નાઇ રૂ. -5 લાખ

સચિનભાઇ પુનમાભાઇ લુહાર રૂ.- 10 લાખ

ભાવેશભાઇ ભીખાભાઇ લુહાર રૂ.- 10 લાખ