મહેસાણા SOG ની ટીમે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસને હાથતાળી આપી નાસતાં ફરતાં આરોપીને અમદાવાદ સરખેજના ફતેવાડી વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મહેસાણા જિલ્લામાં નાસતા ફરતાં આરોપીઓને ઝડપી જેલમાં ધકેલી દેવાના અપાયેલા SP અચલ ત્યાગીના આદેશ મુજબ મહેસાણા એસઓજી પી.આઇ એ.યુ.રોઝના નેતૃત્વ હેઠળ મહેસાણા એસઓજી ટીમના પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ ચેતનકુમાર, પારખાનજી, મનોહરસિંહ, એ.હે.કો. નરેશકુમાર, દિલીપકુમાર, મહેન્દ્રસિંહ તથા અબ્દુલગફાર, સંજયકુમાર, ધરમસિંહ સહિતનો એસઓજી સ્ટાફ વિવિધ ટીમો બનાવીને નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તે દરમિયાન એસઓજીના દિલીપકુમાર તથા અબ્દુલગફારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન, બાવલુ પોલીસ સ્ટેશન, કડી પોલીસ સ્ટેશન ઇપીકો ક. 457, 380 મુજબના ઘરફોડ અને ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી  નાસતો ફરતો આરોપી શેખ સેફઅલી બાબુભાઇ રહે. અમદાવાદ ફતેવાડીવાળો અમદાવાદ સરખેજ અંબા ટાવર પાસે ગરીબ નવાઝ ટ્રેડર્સ નામની કંપનીમાં નોકરી કરે છે. જે બાતમીના આધારે મહેસાણા SOGની ટીમે ઘટના સ્થળ પર પહોંચી ફરાર આરોપીને ઝડપી પાડી જેલમાં ધકેલ્યોં હતો.