પ્રેસનોટ

તા.૧૪/૦૭/૨૦૨૩

“ આગથળા પોસ્ટે વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ-૧૩૨, બોટલ નંગ- ૪૫૧૨ કિ.રૂ.૫,૫૨,૦૧૨/- નો મુદ્દામાલ ભરેલ પીકઅપ ડાલુ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર, બનાસકાંઠા “

શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓએ દારૂ/ જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય.

                  જે સુચના અન્વયે શ્રી એસ.ડી.ધોબી પોલીસ ઇન્સ્પેક્ટર તથા એચ.કે.દરજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એ.બી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર તથા એમ.કે.ઝાલા પોલીસ સબ ઇન્સ્પેકટર એલ.સી.બી.પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ આગથળા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમીયાન બાતમી હકીકત મેળવી આગથળા પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ-૧૩૨, બોટલ નંગ- ૪૫૧૨ કિ.રૂ.૫,૫૨,૦૧૨/- નો મુદ્દામાલ ભરેલ પીકઅપ ડાલુ ચાલક ભવરલાલ વિરમારામ જાણી(વિશ્નોઇ) રહે.મોખાવા તા.ગુડામલાણી જી.બાડમેર(રાજસ્થાન) વાળાની સાથે પકડી પાડી તેમજ ડાલામા બેઠેલે દેવારામ રબારી રહે.કાંટોલ તા.જી.સાંચોર(રાજસ્થાન) વાળો નાશી ગયેલ હોય અને દારૂનો જથ્થો મોહનલાલ બાબુલાલ ખીચડ(વિશ્નોઇ) રહે.કાટોલ તા.જી.સાંચોર વાળાએ ભરાવેલ હોય જેથી ત્રણેય ઇસમો વિરુધ્ધમાં આગથળા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.  

કામગીરીમાં જોડાયેલ કર્મચારી

પી.એલ.આહીર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાલનપુર 

અ.હેઙ.કોન્સ. નરેશભાઇ લક્ષ્મણભાઇ એલ.સી.બી. પાલનપુર

અ.હેઙ.કોન્સ. મુકેશભાઇ ડાયાભાઇ એલ.સી.બી. પાલનપુર

અ.હેઙ.કોન્સ. મિલનદાસ મગનદાસ એલ.સી.બી. પાલનપુર રિપોર્ટ ભરત ઠક્કર ડીસા