હિંમતનગર
હિંમતનગરના ગણપતિ મંદિર નજીક રહેતા એક પરિવારની યુવતીના લગ્ન એક વર્ષ અગાઉ વડોદરામાં રહેતા એક પરિવાર સાથે કરાયા બાદ યુવતીના પતિને સાસુ, સસરા,નણંદ અને નણદોઈ સહિત પાંચેય જણાએ ખોટી ચઢામણી કરી આ યુવતીને શારિરીક અને માનસિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ શુક્રવારે હિંમતનગર મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી
હિંમતનગર પીયરમાં રહેતી ક્રિષ્નાબેન દિલીપભાઈ શાહએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેણીના લગ્ન એક વર્ષ અગાઉ વડોદરામાં રહેતા દિશાંગકુમાર જયેશભાઈ ગાંધી સાથે કરાયા હતા. લગ્નના થોડાક સમય પછી તેણીના સસરા જયેશભાઈ નટવરલાલ ગાંધી, સાસુ કિરણબેન ગાંધી, નણંદ જીનલબાઈ હાર્દિકભાઈ વાઘેલા, નણંદોઈ હાર્દિકભાઈ મહેન્દ્રભાઈ વાઘેલા ધ્વારા ક્રિષ્નાબેનના પતિને અવારનવાર ચઢામણી કરવામાં આવતી હતી.
જેના લીધે ઘરમાં વારંવાર ઘરકંકાસ થતો અને ક્રિષ્નાબેનને આ પાંચેય સાસરીયાઓ ધ્વારા તું ઘરની કંઈ કામ કરતી નથી તેમ કહી એકસંપ થઈને પાંચેય સાસરીયા ધ્વારા ક્રિષ્નાબેનને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમ છતાં ક્રિષ્નાબેનના માતા-પિતા તથા માસાએ ક્રિષ્નાબેનનો ઘર સંચાર ન બગડે તે માટે અવારનવાર સામાજિક રીતે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં સમાધાન ન થતાં આખરે ક્રિષ્નાબેને પાંચેય સાસરીયા વિરૂધ્ધ શુક્રવારે મહિલા પોલીસ સ્ટેશનમાં શારિરીક અને માનસિક ત્રાસની ફરીયાદ નોંધાવી હતી.