થરાદમાં ચોટપા ગામના યુવકના ચકચારી હત્યા પ્રકરણમાં મૃતકની પત્ની અને તેના પ્રેમીને ઝડપી લીધા હતા. ભરૂચ જિલ્લામાં અજાણ્યા પુરૂષની લાશ મળતાં ગુમ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. ચોટપના શંકરભાઇ અચળાભાઇ પટેલના મિત્ર શિવાભાઇ કુંપાભાઇ પટેલ રહે.લવાણા(કળશ)એ પત્ની ભાવના સાથે પ્રેમસંબંધ બાંધી શંકરભાઈને ઘેનની ગોળીઓ આપી રસ્સા વડે મોતને ઘાટ ઉતારી ભરૂચ જીલ્લાના જંબુસરમાં ફેંકી દીધો હતો.
બીજીબાજુ ભરૂચ જીલ્લામાંથી એક પુરૂષનો મૃતદેહ મળ્યાનું જાણવા મળતાં બનાસકાંઠા પોલીસે ભરૂચ કંટ્રોલરૂમમાં મેસેજ કરી વડોદરાની એસ.જી.હોસ્પીટલના કોલ્ડરૂમમાં ઓળખ કરતાં તે શિવાભાઇની હોવાનું બહાર આવ્યું હતું. જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આ અંગે થરાદમાં પ્રેસકોન્ફરન્સમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે ખોડા ઓપીના સ્ટાફની ટીમ બનાવી ટેક્નિકલ અને હ્યુમન સોર્સિંગની મદદથી સમગ્ર હકીકતનો પર્દાફાશ કર્યો હતો.તેમજ પતિની હત્યાનું કાવતરૂ રચના પત્ની ભાવનાબેન અને તેના પ્રેમી શિવાભાઇની અટકાયત કરી બંન્નેને કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.