સુરેન્દ્રનગર મેઘાણીબાગ રોડ રિલાયન્સ ટ્રેન્ડસની બાજુમાં અમીપ્રમાં રહેતા 62 વર્ષના ડો. મંયકભાઈ રમણીલાલ દોશી સુરેન્દ્રનગરમાં વાત્સલય ચિલ્ડ્રન હોસ્પિટલ ચલાવે છે. ત્યારે તેમની સાથે થયેલી છેતરિપંડી મામલે બી-ડિવિઝન પોલીસ મથકે એક શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, ગત 23-5-2023ના રોજ મંયકભાઈ, તેમના પત્ની અને તેમની દીકરીને કેનેડાને પ્રવાસે જવાનું અને તા. 30-6-2023ના રોજ પરત ફરવાનું હતુ. આથી તેઓએ એર ટિકિટ માટે ઓનલાઈન સર્ચ કરી તપાસ કરતા હોલી ડે મશીન પ્રા. પંજાબ રાજય મોહાલી ફેઇજ 10 ત્રીજો માળ એસસીએફ 101વાળી સાઇટ પર કંપનીના રાહુલ ચડડા નામના વ્યક્તિ સાથે સંપર્ક કર્યો હતો.કેનેડાના પ્રવાસ બાબતે ફોનથી વાતચીત કરી કેનેડાની એર ઇન્ડિયા ફ્લાઇટના 3 ટિકિટ(આવન-જાવન)ના કુલ રૂ. 6,17,520 કહ્યું હતું. આ બાબતે મંયકભાઈ સહમત થતા અને તા. 10-3-2023ના રોજ તેમના કોટક મહિન્દ્રા બેંકના એકાઉન્ટ નંબરમાં કુલ રૂ. 6,17,520 ટ્રાન્સફર કર્યા હતા. અને રાહુલ ચડ્ડાએ કહ્યું કે ટિકિટ બુક કરી હું તમને તમારા વોટ્સએપ પર મોકલી આપીશ.ત્યારે તા. 14-3-2023ના રોજ મંયકભાઈના મોબાઇલ ફોનમાં વોટ્સએપમાં ટિકિટ મોકલી આપી હતી.પરંતુ પ્રવાસના 1 મહિના અગાઉ એર ઇન્ડિયાની સાઇટ ઉપર ટિકિટ ચેક કરતા અમારા નામથી કોઇ ટિકિટ બુક થયેલ બતાવેલી નહી. આ બાબતે રાહુલ ચડ્ડા સાથે આ બાબતે વાત કરવા સારું સંપર્ક કરતા કોઇ સંપર્ક થયો ન હતો. આથી ડો. મંયકભાઈ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયો હોવાનું જાણવા મળ્યું હતું.આ ઉપરાંત તેઓએ કેનેડા પ્રવાસે જવાનું હોવાથી બીજા એજન્ટ દ્વારા ટિકિટ બુક કરી કેનેડા પ્રવાસે ગયા હતા અને તા. 2-7-2023ના રોજ પરત આવતા ફરિયાદ કરવા આવ્યા હતા. આ બનાવમાં પોલીસે પંજાબના સાસનગર જિલ્લાના રાહુલ ચડ્ડા નામના શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ જી.એન.શ્યારા ચલાવી રહ્યા છે.