બનાસકાંઠાના વડગામ તાલુકાના નાવીસણા ગામમાં આજે વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નિપજતા ગામમાં શોકનો માહોલ છવાયો છે. વીજ થાંભલા સાથે બાંધેલા તાર પર કપડા સૂકવી રહેલા મહિલાને વીજ કરંટ લાગ્યા બાદ તેને બચાવવા તેના પતિ અને પુત્ર દોડ્યા હતા. જો કે, તે બંનેને પણ જોરદાર કરંટ લાગ્યો હતો. ત્રણેય તાત્કાલીક સારવાર માટે વડગામ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ત્રણેયના મોત નિપજ્યા હતા.

બનાસકાંઠાના વડગામ તાલુકાના નાવીસણા ગામમાં રહેતા ભાવનાબેન જોશી આજે સવારે કપડા સૂકવી રહ્યા હતા ત્યારે વીજ થાંભલા સાથે બાંધેલા વીજતારમાં કરંટ લાગ્યો હતો. જેના કારણે ભાવનાબેને બૂમાબૂમ કરતા જ તેના પતિ પ્રકાશભાઈ જોશી અને રૂદ્ર જોશી તેને બચાવવા દોડ્યા હતા. જો કે, પિતા-પુત્ર પણ વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. ત્યારબાદ ત્રણેયને તાત્કાલીક સારવાર માટે વડગામ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ત્રણેયના મોત નિપજ્યા હતા.

વડગામ તાલુકાના નાવીસણા ગામમાં બનેલી આ ઘટનામાં બ્રાહ્મણ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજતા ગામમાં શોકનો માહોલ છવાયો છે. ગામના સરપંચ જગદીશભાઈએ ગામમાં બનેલી ઘટના અંગે દુઃખ વ્યકત કર્યું હતું,