સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટી ચાંપાનેર ખાતે આવેલા શ્વેતાંબર જૈન મંદિરમાંથી ગત દિવસોમાં મંદિરમાં ગુરુ મહારાજની પ્રતિમાંની સામે મૂકેલી દાન પેટીની ચોરી થઈ હતી જેમાં મંદિરની કાચની બારીનો નકુચો તોડી અજાણ્યા ચોર ઇસમોએ મંદિરમાં પ્રવેશ કરી દાનપેટી ઉઠાવીને ફરાર થઈ ગયા હતા જેમાં દાનપેટીમાં અલગ અલગ દરની ચલણી નોટો અને સિક્કાઓ મળી કુલ 22,000/- રૂ.ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ પાવાગઢ પોલીસ મથકે નોંધાઈ હતી જેમાં પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પંથકમાં બનતા મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓને ડીટેકટ કરવા માટેની કામગીરીમાં જોતરાયેલી પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસને પાવાગઢ ખાતે થયેલી ચોરી અંતર્ગત વ્યુહ્મન સોર્સિસ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે પાવાગઢના શ્વેતાંબર જૈન મંદિરમાં થયેલી દાન પેટીની ચોરીમાં પાંચ લોકો સંડોવાયેલા છે જેમાં લિલેશભાઈ કરમસિંહ ભાભોર, અલ્કેશભાઈ બરસિંગ ભાભોર, કેગુભાઈ રામસિંગભાઈ ડામોર, મનુભાઈ ચંદુભાઈ પરમાર, અને માનસિંગભાઈ ચંદિયાભાઈ પરમાર તમામ રહે. ગાંગરડા,હોળી ફળિયા તા. ગરબાડા,જિલ્લો દાહોદનાઓ  છે અને આ પાંચેય આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ દાન પેટીમાંથી  ભાગમાં આવેલ ચોરીની રકમમાંથી ખરીદી કરવા વડોદરા જવા નીકળેલ છે અને હાલમાં હાલોલના રેંકડીના નાળા પાસે ઉભેલા છે જે માહિતીના આધારે એલસીબી પોલીસે ખાનગી વોચ ગોઠવી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં ઝડપાયેલા લીલેશભાઈ, અલ્કેશભાઇ, અને કેગુભાઈ પાસેથી પોલીસે ચોરી કરેલી 15,000/- રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી જેમાં ઝડપાયેલા 3 આરોપી અને અન્ય 2 આરોપીઓ મળી કુલ 5 લોકોએ પાવાગઢની તળેટી ચાંપાનેરમાં આવેલ શ્વેતાંબર જૈન મંદિરની કાચની બારીનો નકુચો તોડી બારી ખોલી મંદિરમાં પ્રવેશ કરી દાન પેટીની ચોરી કરી હોવાની અને તે દાનપેટીને પાવાગઢના જંગલમાં તોડી તેમાંથી નીકળેલી રકમ સરખી ભાગે વહેંચી લીધી હોવાનું કબૂલ્યું હતું જેમાં જિલ્લા એલસીબી પોલીસે ઝડપાયેલા 3 આરોપીઓને પાવાગઢ પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી અન્ય 2 આરોપીઓને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.