શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ સંસ્થા કે જે જસદણના આટકોટમાં આવેલી છે જ્યાં બી. કોમ./ બી.સી. એ. અને બી.એ. જેવા કોર્સ ચાલી રહ્યા છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું . જેમાં કોલેજમાં ટોપ થ્રી તથા સમગ્ર યુનિવર્સિટીમાં ટોપ ટેનમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓનું વાલીની સાથે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી ડોક્ટર ભરતભાઈ બોઘરા તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. ગૌંરીશભાઈ ભીમાણી રહ્યા હતા. આ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર ભરતભાઈ બોઘરાએ તમામ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાથી દૂર રહી કારકિર્દીમાં ધ્યાન આપવા માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. ડો.ગિરીશભાઈ ભીમાણીએ વિદ્યાર્થીઓને યુવાન કેવો હોવો જોઈએ તથા વિદ્યાર્થી અવસ્થામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જણાવ્યું હતું. કમલેશભાઈ હિરપરાએ વિદ્યાર્થીઓને આગામી કારકિર્દીની શુભકામનાઓ પાઠવી હતી. કોલેજના કો-ડાયરેકટર કેવલભાઈ હિરપરાએ સમગ્ર કાર્યક્રમ નું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. કોલેજના તમામ શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓને "નેવર ગીવ અપ” થીમ અંતર્ગત નિષ્ફળતામાંથી સફળતા પ્રાપ્ત કરેલ મહાનુભાવોનો વિગતે પરિચય આપ્યો હતો