બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન અનુસાર 8 સપ્ટેમ્બરે અરવલ્લી-મહીસાગર-દાહોદ-પંચમહાલ-અમરેલી-ગીર સોમનાથ-ભાવનગર-બોટાદમાં મધ્યમ, 9મીએ તાપી-નવસારી-વલસાડ-ડાંગમાં ભારે-અમદાવાદ-આણંદ-અરવલ્લી-દાહોદ-ખેડા-મહીસાગર-પંચમહાલ-અમરેલી-ભાવનગર-બોટાદ-ગીર સોમનાથ-જુનાગઢ-રાજકોટ-સુરેન્દ્રનગરમાં મધ્યમ જ્યારે 10મીએ નર્મદા-તાપી-નવસારી-ડાંગમાં ભારે અને અમદાવાદ-આણંદ-અરવલ્લી-દાહોદ-ખેડા-મહીસાગર-પંચમહાલ-ભાવનગર-બોટાદ-અમરેલી-ગીર સોમનાથ-પોરબંદર-જુનાગઢ-રાજકોટ-સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
જોકે, હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે. 11 સપ્ટેમ્બરના છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. આજે અમદાવાદમાં 34.5 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી 3 દિવસ અમદાવાાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી થાય તેવી સંભાવના છે. રાજ્યમાંથી અન્યત્ર આજે ભાવનગરમાં 34, વડોદરામાં 34.4, રાજકોટમાં 33.3, સુરતમાં 32 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं