બ્રિટનમાં પીએમ ઋષિ સુનકનો જાદુ ઓસરતો હોય તેમ લાગી રહ્યુ છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

2022માં પીએમ બન્યા બાદ પહેલી વખત તેમનુ એપ્રૂવલ રેટિંગ સૌથી નીચેના સ્તરે પહોંચી ગયુ છે. કન્ઝરવેટિવ હોમની વેબસાઈટ દર મહિને થતા સર્વે બાદ એપ્રૂવલ રેટિંગની જાણકારી આપતી હોય છે. યુકેમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે અને તેમની પાર્ટીમાં ઘણા લોકો સુનકને વડાપ્રધાન પદના દાવેદાર તરીકે જોઈ રહ્યા છે પણ એપ્રૂવલ રેટિંગમાં ઘટાડો તેમની કેરિયરને પ્રભાવિત કરી શકે છે.

મે મહિનામાં તેમનુ એપ્રૂવલ રેટિંગ 21.9 હતુ. જે જૂન મહિનામાં માઈનસ 2.7 પર પહોંચ્યુ છે. ગત ઓક્ટોબરમાં તેઓ પીએમ બન્યા ત્યારે તેમનુ રેટિંગ પ્લસ 49.9 હતુ.

સુનક દેશના સૌથી ધનિક પીએમ છે અને ભારતની આઈટી જાયન્ટ ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ પણ છે. બ્રિટનની સરકાર બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજ દરોમાં કરાયેલા પાંચ ટકાના વધારાથી પરેશાન છે ત્યારે સુનકના રેટિંગમાં ઘટાડો થયો છે.

બીજી તરફ સરકારે ઘૂસણખોરો સામે શરૂ કરેલા અભિયાનને પણ કોર્ટના ચુકાદાને કારણે ફટકો વાગ્યો છે. સરકારે ઘૂસણકોરોને રવાન્ડામાં મોકલી આપવાની નીતિને એક કોર્ટે ગેરકાયદે ઠેરવી છે.

સુનકની સાથે તેમની કેબિનેટના નવ મંત્રીઓની રેટિંગ નેગેટિવ થયુ છે. માત્ર દેશના ગૃહ મંત્રી સુએલા બ્રેવરમેનનુ રેટિંગ 30.4 છે અને તેમનુ જ રેટિંગ અત્યારે સૌથી સારૂ છે.

સુનક માટે રાહતની વાત એ છે કે, અગાઊના વડાપ્રધાનો બોરિસ જોનસોન અને થેરેસા મે પોતાની લોકપ્રિયતા લગભગ ગુમાવી ચુકયા છે. જોનસનની રેટિંગ માઈનસ 33.8 છે તો મેની રેટિંગ માઈનસ 51.2 છે.