રિપોર્ટ. લતીફ સુમરા
ડીસા આઈ.સી.ડી.એસ ઘટક-૧ ના કાર્યક્ષેત્રમાં આવેલ સાવિયાણા સેજા ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રોગ્રામર ઓફિસર ઉષાબેન ગજ્જર તથા બાળ વિકાસ અધિકારી હરિબેન ચૌધરી તથા ના માર્ગદર્શન હેઠળ સાવિયાણા સેજાના સુપરવાઇઝર શ્રીમતી જશીબેન મકવાણા એ "શ્રી અન્ન" મિલેટ્સ વાનગી સ્પર્ધા માં સેજાની કાર્યકર બહેનો તથા તેડાગરો દ્વારા આ વાનગી સ્પર્ધામા કાર્યકર બહેનો દ્વારા અલગ અલગ વાનગીઓ બનાવી પ્રસ્તુત કરવામાં આવી તથા વાનગીથી થતા ફાયદાઓની સમજણ પૂરી પાડવામા આવી તથા શ્રેષ્ઠ વાનગી બનાવનાર આંગણવાડી કાર્યકરને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર એનાયત કરવામાં આવેલ. સાવિયાણા મેડિકલ ઓફિસર શ્રી કૌશિકભાઇ તથા મેડિકલ સ્ટાફ હસ્તક વાનગી સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા જેમાં પ્રથમ નંબરે સાવિયાણા-૧ ગીતાબેન ઠક્કર,દ્વિતીય નંબરે વેળાવાપુરા-૧ નસીમબાનુ ખોરજીયા, તૃતીય નંબરે જોહરાપુરા વર્ષાબેન જાદવ પ્રાપ્ત કરેલ.પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરી યોજનાર તાલુકા કક્ષાએ વાનગી સ્પર્ધામાં ભાગ લેશે.