લખતર તાલુકાના વણા અણિન્દ્રા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં માલવણ હાઇવે પર અનિદ્રા વચ્ચે કાર, બાઇક અને આઇસરનો અકસ્માત થયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેમાં પ્રથમ કાર સાથે આઈસર ટ્રક અથડાઈ હતી. જે બાદગ આઇસરનું પાછળનું બમ્પર બાઇક સવારને અથડાયું હતું. જેથી બાઇક સવાર રોડ પર પડી ગયો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા અનિદ્રા વચ્ચે સુરેન્દ્રનગર માલવણ હાઈવે પર કાર, આઈસર ટ્રક અને બાઇક ધડાકાભેર અથડાયા હતા, જેમાં આઈસર ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી બમ્પર રોડ પર છોડીને બાઇક સાથે ટક્કર મારી હતી. જેમાં ગમખ્વાર ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલક કિશનભાઇ મફાભાઇ ભુતિયા ( ઉ.વર્ષ 35 )રોડ પર પટકાતા ગંભીર ઇજા થઇ હતી. આઇસર ચાલક આઇસર ટ્રક મુકી માલવણ તરફ ભાગી ગયો હતો. આ અકસ્માત અંગે 108ને જાણ કરતા સુરેન્દ્રનગર જઈ રહેલા ઈએમટી યુવરાજસિંહ ઝાલા, પાયલોટ 108ની ટીમ, દિગુભા ઝાલાએ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાઇક સવારને તાત્કાલિક 108 દ્વારા સુરેન્દ્રનગર મ્યુનિસિપલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.