સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી ખાતે સહાયક અધિક્ષક તરીકે ફરજ બજાવતા બી.એલ.જાદવને જિલ્લા માહિતી કચેરી, મોરબી ખાતે અધિક્ષક તરીકે બઢતી સાથે બદલી થતાં આજરોજ શુભેરછા સહ વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નામાનિએ બી.એલ જાદવને શાલ ઓઢાડીને શુભેચ્છાઓ પાઠવી હતી.આ ઉપરાંત સિનિયર સબ એડિટર શક્તિ મુંધવાએ બી.એલ. જાદવને પુષ્પગુચ્છ આપી બઢતી માટે શુભેચ્છા પાઠવી હતી. આ તકે બી.એલ.જાદવે સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી ખાતે તેઓ જુનિયર ક્લાર્ક તરીકે હાજર થયા ત્યારથી લઈને સહાયક અધિક્ષક તરીકે ફરજ બજાવી હતી તે તમામ સમયગાળા દરમિયાન સ્ટાફ મિત્રોના મળેલા સહકારને તેમજ માહિતી વિભાગ સાથે જોડાયેલા સંસ્મરણો વાગોળ્યા હતા.તેઓને કચેરી ખાતે કામગીરી કરવામાં ખૂબ જ સંતોષ મળ્યો છે. તેમ તેઓએ આનંદ પૂર્વક જણાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, બી.એલ.જાદવ સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીમાં વહીવટ શાખામાં જુનિયર ક્લાર્ક,સિનિયર ક્લાર્ક, સહાયક અધિક્ષક તરીકે કામગીરી કરી ચૂક્યા છે.હાલમાં તેઓને જિલ્લા માહિતી કચેરી, મોરબી ખાતે અધિક્ષક તરીકેની બઢતી મળતા અધિકારીશ્રી-સર્વે કર્મચારીઓએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.