તારાપુર તાલુકા ભાજપ દ્વારા ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

તારાપુર તાલુકા પંચાયત ખાતે તાલુકા ભાજપ સંગઠન દ્વારા માં ભારતીના મહાન સપૂત, મહાન રાષ્ટ્રભક્ત તથા ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો, ચુંટાયેલ પાંખ, તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને વંદન કર્યા હતાં

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઇ ભરવાડ, તારાપુર તાલુકા સંગઠન મહામંત્રીશ્રી ધર્મેન્દ્રભાઇ પટેલ, શ્રી તરૂણભાઇ બ્રહ્મભટ્ટ, જીલ્લા પંચાયત સભ્યશ્રી અરવિદભાઇ પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જયશ્રીબા રાઓલ, અમુલ ડિરેકટર ચંદુભાઇ પરમાર, લાયન્સ કલબ મંત્રી વિનોદભાઇ ભરવાડ, અર્બન બેંક ચેરમેન ઠાકોરભાઇ પટેલ, પરસોતમદાસ મકવાણા, સંગઠન પુર્વ પ્રમુખ ભાનુશંકર જોષી, યુવા મોરચાના ભાગ્યેશભાઇ, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના પરેશભાઇ પરમાર, તથા સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.