હાલોલ પંથકના તબીબી આલમમાં પોતાની શ્રેષ્ઠ તબીબી કાબેલીયત અને શ્રેષ્ઠ સારવાર માટે જાણીતા પંચમહાલ પંથકના કુશળ સર્જન અને  હાલોલ શહેરની નામાંકિત કૃપાલુ હોસ્પિટલના તબીબ અને સંચાલક અને ઉમદા માનવી એવા ડૉ. નીતિન દવેનું આજરોજ દુઃખદ નિધન થતા સમગ્ર તબીબી આલમ સહિત પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે જેમાં ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓના દુઃખ દર્દને સમજી નજીવા દરે પણ શ્રેષ્ઠ સારવાર કરનાર શાંત સ્વભાવના ડોક્ટર નીતિન દવેની ખ્યાતિ માત્ર હાલોલ પંથક જ નહી સમગ્ર પંચમહાલ સહિત આસપાસના જિલ્લાઓમાં પણ પથરાયેલી હતી જેમાં પોતાની તબીબી સર્જનાત્મક શક્તિઓ વડે અનેક મુશ્કેલમાં મુશ્કેલ શસ્ત્ર ક્રિયાઓ (ઓપરેશન) હસતા હસતા પાર પાડી અનેક દર્દીઓના જીવને બચાવનાર તેમજ સારવાર દરમ્યાન નક્કી કરેલ 100 ટકા સારવારની રકમ સામે 50 ટકા કે તેથી પણ ઓછી રકમ પણ હસતા મુખે સ્વીકારી હંમેશા શાંતિ અને શાલીનતા સાથે તમામ વર્ગના દર્દીઓ સાથે વ્યવહાર કરનાર ડોક્ટર નીતિન દવેના નિધનથી સમગ્ર પંથકને એક સારા સર્જન તબીબ અને એક ઉમદા માનવની ખોટ ઉભી થવા પામી છે જ્યારે સમગ્ર તબીબી આલમમાં પણ તેઓના નિધનને લઈને ઘેરા શોકની લાગણી ફેલાતા સમગ્ર હાલોલ પંથક સહિત આસપાસના પંથકના તબીબો અને જાહેર જનતાએ પણ તેઓની વસમી વિદાયનું દુઃખ જાહેર કરી તેઓને નતમસ્તકે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.