તુર્કીમાં એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જેમાં તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલાં ચાર ગુજરાતી વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા. મુળ બનાસકાંઠાના વતની અને તુર્કીમાં એક હોટેલનું મેનેજમેન્ટ કરવાની નોકરી કરી રહેલી યુવતી સહિત ચાર ગુજરાતીને કાળ ભેટ્યો હતો.

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

બનાસકાંઠાના વડગામના ભાંગરોડિયા ગામની યુવતી સહિત ચાર લોકો રજા હોવાથી ફરવા ગયા હતા. ત્યારે સામેથી આવતી કાર સાથે તેઓની કાર અથડાતા ભયંકર અકસ્માત થયો હતો.

જેમાં ચારેય ગુજરાતીના મોત થયા હતા. તુર્કીમાં BSC MLTનો અભ્યાસ કર્યા બાદ હોટલનું મેનેજમેન્ટ કરતી ભાંગરોડિયાની અંજલી મકવાણા તેમજ પ્રતાપભાઈ કારાવદરા, જયેશ અગાથ અને પુષ્ટિ પાઠક નામના 4 ગુજરાતીઓના મોત થયા હતા.

બનાસકાંઠા જિલ્લાના વડગામના ભાંગરોડિયા ગામની અંજલીબેન કનુભાઈ મકવાણા નામની 21 વર્ષીય યુવતી તુર્કીમાં બી.એસ.સી અને એમ.એલ.ટીનો અભ્યાસ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તુર્કીની એક હોટેલનું મેનેજમેન્ટ કરવાની નોકરી કરતી હતી, જોકે, આ યુવતી ગત રોજ રજાનો દિવસ હોય તેના ગુજરાતી મિત્રો સાથે કાર લઇને ફરવા નીકળ્યા હતા.

તે દરમ્યાન કિરેનિયા નજીક હાઇવે પર તેમની કાર સામેથી પૂરઝડપે આવેલી કાર સામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર ભાંગરોડિયાની અંજલિ કનુભાઈ મકવાણા સહિત ચાર ગુજરાતીઓના ઘટનાસ્થળે સ્થળે મોત નીપજ્યા હતા. વિદેશની ધરતી પર ભાંગરોડિયા ગામની આશાસ્પદ યુવતીનું મોત થતા તેના પરિવારજનોમાં માતમ છવાયો છે. અંજલીનો મૃતદેહ તેમાં પરિવારને વહેલી તકે મળે તેની પરિવારજનો રાહ જોઈ બેઠા છે.

મૃતકોના નામ

પ્રતાપભાઈ ભુવાભાઈ કારાવદરા

જયેશ કેશુભાઈ અગાથ

અંજલી કનુભાઈ મકવાણા

પુષ્ટિબેન પાઠક