દસાડા શંખેશ્વર હાઇવે પર વડગામ પાસેથી વિદેશી દારૂની 882 બોટલો અને કાર સાથે બે શખ્સો ઝડપાયા હતા. દસાડા પોલીસે વિદેશી દારૂની બોટલો, બે મોબાઇલ અને કાર મળી કુલ રૂ. 3,96,400નો મુદામાલ સાથે બે શખ્સોને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.દસાડા પીએસઆઇ વી.આઇ.ખડીયા સહિતના પોલીસ સ્ટાફને અગાઉથી મળેલી ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન દસાડા શંખેશ્વર હાઇવે પર વડગામ ત્રણ રસ્તા પાસે છટકું ગોઠવ્યું હતુ. ત્યારે હાઇવે પર શંકાસ્પદ હાલતમાં નિકળેલી સફેદ કલરની ગાડીને કોર્ડન કરીને ઉભી રખાવી આરોપી કલ્પેશભાઇ ઉર્ફે ભીખાભાઇ રાવળ ( રહે-ભદ્રાડા, તા-સમી, જી-પાટણ) તથા શ્રવણજી શંકરજી ઉણેયા (ઠાકોર) (રહે-થરા, કર્ણાવતી સોસાયટી, મૂળ ગામ- રાણકપુર, તા. કાંકરેજ, જી. બનાસકાંઠાવાળાને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી હતી.દસાડા પોલીસ આ ગાડીની સઘન તપાસ કરતા ગાડીમાંથી દારૂના ચપલા નંગ-642 કિંમત રૂ. 62,400 તથા બીયર ટીન નંગ- 240 કિંમત રૂ. 24,000 મળી કુલ રૂ. 86,400, મોબાઇલ નંગ- 2 કિંમત રૂ.10,000 અને સ્વીફ્ટ ગાડી કિંમત રૂ. 3,00,000 મળી કુલ રૂ. 3,96,400નો મુદામાલ ઝબ્બે કરી ઇંગ્લિશ દારૂ અંગેનો ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. દસાડા પોલીસના આ દરોડામાં પીએસઆઇ વી.આર.ખડીયા, મનીષભાઇ અઘારા, હમિરભાઇ, વિજયસિંહ, સુરેશભાઇ, નિલેશભાઇ રથવી, દિપકભાઇ, ચેહરભાઇ અને મહિપતભાઇ સહિતનો દસાડા પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ વી.આર.ખડીયા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુરના મોટાકાંટવા ગામે કોંગ્રેસના પ્રભારીના પ્રતિનિધિ ના અધ્યક્ષ સ્થાને મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકરોનું સંમેલન યોજાયું
પાવીજેતપુરના મોટાકાંટવા ગામે રાજસ્થાનના મંત્રી તેમજ કોંગ્રેસના છોટાઉદેપુર વિધાનસભા બેઠકના પ્રભારી...
पाई पाई को मोहताज हैं एंबर हर्ड कर्ज चुकाने के लिए मिला एडल्ट फिल्म का ऑफर
अमेरिकन एक्ट्रेस एंबर हर्ड को अभी पैसे की सख्त जरूरत है. जॉनी डेप से मानहानि का मुकदमा हार जाने...
रुंझ व मझगाँव मध्यम सिंचाई परियोजना को मिली प्रशासकीय स्वीकृति
अजयगढ:-भाजपा के प्रदेशाध्यक्ष व खजुराहो सांसद विष्णुदत्त शर्मा और पन्ना विधायक व खनिज साधन व श्रम...
असम 650 पुलिसकर्मियों को जांच के बाद वीआरएस का देगा विकल्प : डीजीपी
गुवाहाटी, असम पुलिस ने 650 पुलिसकर्मियों की सूची बनाई है। इनमें वैसे पुलिसकर्मियों को...