મહેસાણાના શિવાલા સર્કલ પાસે સ્કૂલ બસે બાઈક લઇને જતા યુવકને ટકકર મારી હતી ઘટના પગલે યુવકને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળેજ તેનું મોત નીપજ્યું હતું.સમગ્ર મામલે પરિવારજનોએ સ્ફુલ બસ સામે મહેસાણા તાલુકા પોલીસમાં અકસ્માત પગલે ફરિયાદ નોંધાવી છે.

મહેસાણા તાલુકાના સુખપુરડા ગામે ઠાકોર વાસમાં રહેતા 18 વર્ષીય ઠાકોર કિશનજી પ્રહલાદજી પોતાના કુટુંબી ભાઈના બાળકોને બાઈક પર બેસાડી મેવડ સ્કૂલમાં મૂકી ઘરે પરત આવી રહ્યો હતો એ દરમિયાન શિવાલા સર્કલ પાસે આવતા તપોવન સ્કૂલની બસ ના બસ ચાલકે પુરઝડપે બસ ચલાવી બાઈક ચાલક ને ટકકર મારી હતી. અકસ્માતમાં યુવક રોડ પર પટકાતા ગંભીર ઇજઓ થઈ હતી જેના કારણે ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું.અકસ્માત પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.તેમજ પરિવારને જાણ કરતા પરિવાર જનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.બાદમાં યુવકના મૃતદેહને મહેસાણા સિવિલ પીએમ અર્થે લઇ જવામાં આવ્યો હતો.તેમજ યુવકના કાકાએ સ્કૂલ બસ ચાલક સામે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.