કડી : ગાંધીધામના પૂર્વ પોલીસ મથકમાં સગીરાને અપહરણ કરી ભગાડી જવાની ફરિયાદ નોંધાયા બાદ આરોપી અને ભોગ બનનાર સગીરા બંને કડીમાં આવી ભાડે મકાન રાખી રહેતા હોવાની બાતમી મહેસાણા SOG ટીમને મળી હતી. પોલીસે બાતમીવાળી જગ્યા પર જઇ આરોપીને ઝડપીને સગીરાને મુક્ત કરાવી હતી. તેમજ વધુ તપાસ માટે કડી પોલીસને સોંપવામાં આવ્યા હતા.
વિગતોમાં અંજાર ખાતે રહેતી 16 વર્ષીય સગીરા ને થોડા સમય અગાઉ કડીના જુના સરકારી દવાખાના પાસે આવેલ ઠાકોર વાસમાં રહેતો 23 વર્ષીય યુવક સગીરાને લાલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જે મામલે સગીરાના પિતાએ પૂર્વ ગાંધીધામ પોલીસમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે યુવક સગીરાને ભગાડી લાવ્યા બાદ કડીમા મકાન ભાડે રાખી રહેતો હોવાની બામતી મહેસાણા SOG ના અ.હેડ કોન્સ્ટેબલ રાજસિંહ વિક્રમ સિંહ, આ.પો.કો મનીષ કુમાર દિતાભાઈ,આ.પો.કો જયદેવ સિંહ વજેસિંહ ને ખાનગી રાહે બામતી મળી હતી. સમગ્ર મામલે એસઓજી ટીમ બાતમી વાળી જગ્યા પર જઇને ભોગ બનનાર સગીરા અને આરોપી ગણેશભાઈ ઠાકોર ને ઝડપી લીધા હતા.તેમજ વધુ તપાસ માટે કડી પોલીસને સોંપવામાં આવ્યા હતા.